ફેસબુક એકાઉન્ટ ખોલવાના નામે મિત્રએ જ મિત્રના એકાઉન્ટમાંથી 90 હજાર ટ્રાન્સફર કરી લીધા

જામનગરમાં નોંધાઈ છે ફરિયાદ

ફેસબુક એકાઉન્ટ ખોલવાના નામે મિત્રએ જ મિત્રના એકાઉન્ટમાંથી 90 હજાર ટ્રાન્સફર કરી લીધા
symbolic image

Mysamachar.in-જામનગર

મિત્રતાના સબંધો વિશ્વાસ પર ટકેલા હોય છે, પણ મિત્રતામાં જ વિશ્વાસઘાત થાય તો..આવી એક ઘટનાની પોલીસ ફરિયાદ જામનગરના બેડી મરીન પોલીસ મથકે નોંધાઈ છે, બેડીમાં કામ કરતા રણધીરસિંહ રમુભા સોલંકીને રાજ પ્રજાપતિ નામના વ્યક્તિ સાથે મિત્રતા હતી, જે મિત્રતાના દાવે રાજે રણધીરસિંહને વિશ્વાસમા લઇ રણધીરસિંહનું ફેસબુક અકાઉન્ટ બનાવવા તેની પાસેથી તેનો મોબાઇલ લઇ જે બાદ ચતુરાઈ વાપરી તેની બેંક નુ નામ અને એકાઉન્ટ નંબર પુછી લઇ ફરિયાદી રણધીરસિંહના બેંક અકાઉન્ટમા કટકે કટકે કુલ રૂ.90,000/- પોતાના ખાતામા ટ્રાન્સફર કરી મિત્રએ મિત્ર સાથે જ છેતરપિંડી તથા વિશ્વાસઘાત  કર્યાની ફરિયાદ નોંધાઈ છે.