CCTV:રાજકોટમાં યુવકની સરાજાહેર તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી હત્યા

વિડીયો જોવા કલીક કરો

Mysamachar.in-રાજકોટ

રાજકોટ શહેરમાં સરાજાહેર થયેલ યુવકની હત્યાના ઘટનાના CCTV સામે આવ્યા છે, બે બુકાનીધારીએ યુવાનની ધારિયા અને છરીના ઘા ઝીંકી સરાજાહેર હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થતાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. સંત કબીર રોડ પર આવેલા કનકનગર-1ના ખૂણે રાત્રિના 8.52ના સમયે બન્યો છે. આ જ વિસ્તારમાં રહેતો વિજય ધીરુભાઇ મેર નામનો 30 વર્ષનો યુવાન મિત્ર સાથે મકાનના ઓટલા પર બેઠો હતો. ત્યારે બાઇક પર બે બુકાનીધારી શખસ ધસી આવી વિજય કંઈ સમજે એ પહેલાં જ ધારિયું અને છરીથી હુમલો કર્યો હતો.

બે બુકાનીધારી પૈકી એક શખસે વિજયને ધારિયાથી આડેધડ 10 ઘા ઝીંકી દીધા હતા. જ્યારે બીજા બુકાનીધારી શખસે છરીના ત્રણ ઘા ઝીંકી બાઇક પર નાસી ગયા હતા. બનાવને પગલે વિસ્તારના લોકો એકઠા થઇ ગયા બાદ લોહીલુહાણ થયેલા વિજયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તેને સારવાર મળે એ પહેલાં જ ફરજ પરના તબીબે મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.