પ્રગતિમા છે.! આવા સરકારી જવાબનો મતલબ શુ?

ગતિશીલ ગુજરાતમાં વિકાસ કામોમાં થતા વિલંબ

પ્રગતિમા છે.! આવા સરકારી જવાબનો મતલબ શુ?
symbolic image

Mysamachar.in-જામનગર

સરકારી વિભાગોમા એક જાણીતો જવાબ છે કે પ્રગતિમાં છે, પરંતુ પ્રગતિ એટલે શુ? એ કોઇ સ્પષ્ટતા થતી નથી અને  એકંદર વિકાસ કામોમાં વિલંબ થતો રહે છે, ખાસ તો જિલ્લાના આયોજનમા ઢગલાબંધ કામ માટે પત્રકો છેલ્લી કોલમમા વધારે લખ્યુ હોય  કે કામ  પ્રગતિમા છે એટલે? શુ એ સ્પષ્ટ થતુ જ નથી હોતુ અનેક કામ વર્ષ બે વર્ષ કે ત્રણ વર્ષે પુરા થાય અમુક તો સાવ ટલ્લે પણ ચડી જાય એવા ઘણા દાખલાઓ છે, પ્રજાજનોની સુવિધાને લગતા કામો માર્ગ મકાન, વિજવિભાગ, સિંચાઇ, ક્ષાર અંકુશ, પંચાયત, સુધરાઇઓ, મહાપાલિકા વગેરેમા કામ પ્રગતિમા બતાવાય છે, અને અમુક  પુરા જ ન થાય તો  કેટલી રાહ જોવાની તે સવાલ લોકોએ હાલાકી પડતી હોય પુછ્યો છે. બીજી તરફ ગતિશીલ અને સંવેદનશીલ  સરકારમા ઢીલા કામ કેમ? તે પણ સવાલ છે