સાસરિયાઓના ત્રાસથી કંટાળીને લાંબા ગામની પરિણીતાએ આપઘાત કર્યો 

પતિ-સાસુ સામે ફરિયાદ

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને લાંબા ગામની પરિણીતાએ આપઘાત કર્યો 
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતી મનિષાબેન શૈલેષભાઈ ચાવડા નામની 26 વર્ષીય પરિણીત યુવતીએ ગત બુધવારના રોજ પોતાના સાસરિયાના રહેણાક મકાનમાં ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજયું હતું. જે સંદર્ભે ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા મૃતકના પિતા રામશીભાઈ દેવાતભાઈ વારોતરીયાએ લાંબા ગામે રહેતા મનિષાબેનના પતિ શૈલેષભાઈ હરદાસભાઈ ચાવડા તથા સાસુ જેતીબેન હરદાસભાઈ ચાવડા સામે કલ્યાણપુર પોલીસ મથકમાં પોતાની પુત્રીને મરી જવા માટે મજબૂર કરવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવી છે.રામશીભાઈ વારોતરીયા દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મનિષાબેનને થોડા સમય પૂર્વે પુત્રીનો જન્મ થતા સાસરિયાઓએ- 'અમારે દીકરો જોઈતો હતો. તને કાંઈ કામ આવડતું નથી. તું કામમાં ધીમી છો. તને કોઈ જાતની ખબર પડતી નથી' વિગેરે બાબતો કહીને અસહ્ય શારિરીક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેના કારણે મનિષાબેન મરી જવા માટે મજબૂર બની હતી.આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે માતા-પુત્ર સામે આઈ.પી.સી. કલમ 306 498(અ) તથા 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.