Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ખંભાળિયા શહેર નજીક આવેલા એક વાડી વિસ્તારમાં રહેતા પરિણીત એવા એક શખ્સ દ્વારા તેના જ કૌટુંબિકની એવી એક પરણિત મહિલા પર દુષ્કર્મ ગુજારવાના મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી પર આ જ વિસ્તારના રહીશ એવા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા પરિણીતાને બ્લેકમેઈલ કરી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપી, અવાર નવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આટલેથી ના અટકી જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાહેર થયું છે.