જામનગર મનપાની કચેરીમા જ કર્મચારી પર થયો હુમલો...

દરવાજો બંધ કરીને કર્યો હુમલો

જામનગર મનપાની કચેરીમા જ કર્મચારી પર થયો હુમલો...

mysamachar.in-જામનગર

જામનગરમહાનગરપાલિકા મા આજે સાંજના સમયે એવી ઘટના સામે આવી છે,જેની મનપાની આંતરિક સુરક્ષા સામે સવાલો ઉભા કરી દીધા છે,જે રીતે પ્રાથમિક વિગતો મળી રહી છે તે પ્રમાણે મનપા બિલ્ડીંગમાં શોપશાખા મા શોપ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ  પાંડોર નામના કર્મચારી પોતાની કચેરીમાં ફરજ બજાવી રહ્યા હતા,

ત્યારે બે ઇસમો ત્યાં આવી પહોચ્યા હતા અને શોપશાખાનો દરવાજો બંધ કરીને શોપ ઇન્સ્પેક્ટર પાંડોર પર હુમલો કરતાં પાંડોરએ તેના ઉચ્ચ અધિકારી આસિસ્ટન્ટ કમિશ્નર જીગ્નેશ નિર્મળ ને આ અંગે જાણ કરતાં જીગ્નેશ નિર્મળએ તાકીદે પોલીસ ને મનપા ખાતે બોલાવી હતી,અને જ્યાં પોલીસ્ એ પહોચી અને બને ઇસમોને પોલીસ મથક ખાતે લઇ ગઈ છે,જ્યાં આગળની શું કાર્યવાહી થશે તે જોવું રહેશે..

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો