જામનગર અંધાશ્રમ આવાસના કુટણખાનાની રજૂઆત બાદ આવું થયુ..

જાણો શું છે મામલો.?

જામનગર અંધાશ્રમ આવાસના કુટણખાનાની રજૂઆત બાદ આવું થયુ..

Mysamachar.in-જામનગર:

જામનગર અંધાશ્રમ આવાસ પાસે દેહવેપારના ધંધા મામલે આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને SPને રજૂઆત કરીને આ ગોરખધંધા બંધ કરાવવા માટે આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ પોલીસ હરકતમાં આવીને અંધાશ્રમ આવાસમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને મહિલા સહિત ૯ શખ્સોને ઝડપી લઈ દેહવેપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો,

તેવામાં અંધાશ્રમના આ મામલે કરેલ રજૂઆત કરતી વખતે નેપાળી યુવાન પણ સાથે જોડાયેલો હોવાથી જેનો ખાર રાખીને પાંચ શખ્સોએ નેપાલી યુવાન પર હુમલો કર્યાની ઘટના સામે આવતા મામલો ફરીથી પોલીસમાં પહોંચ્યો છે અને ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવની વિગત એમ છે કે, જામનગર અંધાશ્રમ આવાસમાં અમુક મહિલાઓ અનૈતિક ધામ ચલાવતી હોવાની દધીરામ નેપાળીના શેઠ રાજેન્દ્રસિંહે પોલીસમાં અરજી કરીને રજૂઆત કરી હતી. ત્યારે દધીરામ નેપાળી પણ રજૂઆત કરતા સમયે તેના શેઠ સાથે હતો. જેનો ખાર રાખીને આજે વહેલી સવારે દધીરામ નેપાળી દિગ્જામ સર્કલ પાસે વોકિંગ કરી રહ્યા હતા, ત્યારે જીતુ દરબાર, અનીલ મેર, ભરત મેર, સંજય મેર સહિત પાંચ શખ્સો મોટરસાઇકલ પર આવીને દધીરામ નેપાળીની આંખમાં મરચાની ભૂકી છાટીને પાઇપ વડે હુમલો કરી બેફામ માર મારીને બંને પગ તથા હાથમાં ફેકચર કરી નાખતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ હતો અને આ મામલે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાતા સીટી-સી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.