જામનગરમા દર્દીઓની બેહાલીના વરવા દ્રશ્યો....રોજના હજારો ભલે ખર્ચો પણ ટ્રીટમેન્ટ થશે પાર્કીંગમાં.

તોશનીવાલ હોસ્પીટલમા કાયદાના ઉડતા લીરા વચ્ચે સારવાર લેતા મજબુર કોરોના પોજીટીવ દર્દીઓ

જામનગરમા દર્દીઓની બેહાલીના વરવા દ્રશ્યો....રોજના હજારો ભલે ખર્ચો પણ ટ્રીટમેન્ટ થશે પાર્કીંગમાં.

Mysamachar.in-જામનગર

કોરોનાએ માણસને મજબુર કરી નાખ્યા છે, તેમાય સરકારીતંત્રની અવ્યવસ્થાથી ઝુરતા દર્દીઓની અનેક દાસ્તાન રોજ સામે આવે છે કેમકે સરકારી જીજી કોવિડમા લોકોની યાતના પણ ઓછી નથી, તો વળી આ બધાની વચ્ચે ખાનગી કોવિડ હોસ્પીટલ સામે નજર નાખતા ત્યા તો અનેક ચોંકાવનારા દ્રશ્યો સામે એવા આવ્યા કે બધે કાગડા કાળા જ છે કે શુ??

કોર્ટે કહ્યુ ગીધ ન બનશો માનવતા રાખજો એ લો ઓફ લેન્ડ માનવાનો છે બીજુ અગત્યનુ એ કે MCI અને IMA ની કોરોના સારવારને લઈને ચોક્કસ ગાઇડલાઇન એપીડેમીક એક્ટ તેમજ મહામારી વકરે નહી તે પહેલા પછી ચુસ્ત પ્રોટોકોલ સાથે સારવાર કરવાની આવા ઘણા કાયદા નિયમ તેમજ સાથે માનવ અધીકારની જાળવણી કરવાની ફરજીયાત છતાય જામનગરની ખાનગી હોસ્પીટલ જે કોવિડ હોસ્પીટલ છે તે ડોક્ટર તોશનીવાલ હોસ્પીટલના દ્રશ્યો જોઇને એક જ વાત સરી પડતી ત્યા સંભળાઇ કે ......પૈસા ગમે તેટલા ખર્ચો...ટ્રીટમેન્ટ તો પાર્કીંગમા જ થાય......!? આ ડોક્ટર આજુબાજુ કોઇ બીલ્ડીંગ કોઇની બીજી હોસ્પીટલ વગેરે ઉભા-ઉભા ભાડે નહી ખરીદીને લઇ શકે તેમ છે પણ ના ભાઇને તો મરજી પડે તેમ દર્દીઓ  ભરવા છે, તેમનો તબીબ તરીકેનો વ્યવસાય કરવો છે કરે એનાથી વાંધો નહી પણ સાવ આવું...!

-કોવિડ પાર્કીંગ હોસ્પીટલ-લોકોની મજબુરીનુ શોષણ....તોછડી ભાષાનો સાર

સામાન્ય રીતે ડોક્ટર હોય એક્સપર્ટ તે બોલવામા સ્વસ્થ હોવા જોઇએ પરંતુ તોછડી ભાષા સાથેનો ડોક્ટર તોશનીવાલનો ઇન્ટરવ્યુ જોતા એવુ લાગે છે કે પાર્કીંગમા દર્દીઓની સારવાર થાય છે અને લોકોની લાચારીનો તેઓ નાણા લઇ લાભ લે છે તે આજે જયારે અમુક મીડિયાકર્મીઓને સામે આવ્યું ત્યારે તેવો પોતે મિજાજ થોડી ક્ષણો માટે ગુમાવી કોવિડના નિયમ જણાવવા બેઠા અને પોતે જ જણાવ્યુ કે કોવિડ પેશન્ટને પાર્કીંગમા રાખ્યા છે હોસ્પીટલમા પેસન્ટ નોન કોવિડ પેશન્ટ છે અરે મારા ભાઇ તમારી પાસે જગ્યા જ નથી તો કોવિડ હોસ્પીટલ નામ કાં આપ્યુ?? તમારા ઇન્ટરવ્યુ સામે સૌથી પહેલી વાત કે પેશન્ટ માટે આઇસોલેટેડ વોર્ડ ક્યા?? પુરતા મેડીકલ ઓફીસર ક્યા?? ક્વોલીફાઇડ સ્ટાફ ક્યા?? પાર્કીંગમા આઇસીયુ ક્યા?? પાર્કીંગમા દર્દીઓ અને સગાઓ દરેક વચ્ચે પુરેપુરૂ અંતર ક્યા?? MCIની ગાઈડલાઈન્સ મુજબ છે બધું.? અને  સંક્રમણ ન ફેલાય એટલે પાર્કીંગમા રાખ્યા તો મારા ભાઈ દર્દીના સગા ત્યા જ છે મોટાભાગે આજુબાજુ જ ચોવીસેય કલાક એ તો કેમેરા ફરે એટલીવાર કદાચ આઘાઓરા થાય કા કરાય છે.....તો સંક્રમણ તો ત્યાય લાગશે નહી

તોશનીવાલ સાયબ....અને હા તમે સ્વીકારો કે કોઇપણ નોર્મસ વગર તમે જે ચલાવો છો તેને જાણકારો એવુ કહે છે કે આ ડોક્ટર પાંજરાપોળ જેવુ ચલાવે છે..લોકો ગમે તે ટીકા કરે તમે લોકોને પૈસાના પ્રમાણમા સુવિધા આપો તો ડોક્ટર તરીકેની માનવતા દેખાડી કહેવાય અને હા બે મીનિટના ખુલાસામા આવી ભાષા એક ડોક્ટરને ન શોભે અને તેના પરથી તારણએ પણ નીકળ્યુ કે તમે સ્ટાફ દર્દી દર્દીઓના સગાઓ વગેરે સાથે કેવુ વર્તન કરતા હશો??

-PARKINGમાં ખાટલા અને OPD નિયમોનો સરેઆમ ભંગ છે, કોર્પોરેશનના દંડ કરવાવાળાઓ જાઓ જબરો દંડ મળશે..

કોર્પોરેશનના દંડ કરવાવાળા આરોગ્ય તેમજ સોલીડ વેસ્ટ એસ્ટેટ વગેરે લોકો તમે ડોક્ટર તોશનીવાલને ત્યા જાવ પાર્કીંગ જુઓ ત્યા કોરોના પેશન્ટેય છે, મેડીકલ સ્ટોર્સ પણ છે લોકો છે સગા સંબંધીઓ છે, સોશ્યલ ડિસ્ટન્સ પણ નથી, બીજા દર્દીઓઓ કે લોકો પણ છે જેઓ વચ્ચે અંતર નથી કેટલાયએ માસ્ક નથી પહેર્યા બેડ નિયમાનુસાર નથી....આવુ તો ઘણુ જોવા મળશે વળી પોતે ભાઇ ફેસશિલ્ડ માસ્ક પહેરી બેઠા છે બીજા ભલે એમનેમ આંટામારે.......આવી અનેક ખામીઓનો પર્દાફાશ અહી થયો છે, અને હા મનપાના અધિકારીના ટેલીફોનીક જણાવ્યા મુજબ પાર્કિંગમાં આ રીતે હોસ્પિટલ ચલાવી શકાય નહિ, અને કાર્યવાહી કરવી પડે અને આ નિયમનો ભંગ કહેવાય, પાર્કિંગનો ઉપયોગ પાર્કિંગ માટે જ કરવાનો હોય અહી તો પાર્કિંગમાં કોરોના હોસ્પિટલ ચાલે છે અને રોડ પર વાહનોના ઢગલા અને માંડવા નીચે દર્દીઓ બેઠા છે, એટલે અહીંથી જે લોકો પસાર થઇ રહ્યા છે તે પણ યાતના ભોગવે છે,

-સીડીએચઓ...મેડીકલ ઓફીસરો....અધીકારીઓ ...દંડ સ્પેશ્યાલીસ્ટો....વગેરે ક્યારે તપાસ કરશે??

ડોક્ટરનો વ્યવસાય સેવાનોને સેવા નમ્રતાથી નરમાશથી માનવતાથી થાય હા તમે કમાવ તમને હક છે તેમા કોઇ મનાઇ જ નથી સામે સગવડતા સારવાર અને કાળજી કાયદા મુજબ હોવી જોઇએ આવી પશુતુલ્ય હાલત કરવાની?? પરંતુ ગમે તેમ હોસ્પીટલ ચલાવી તે પણ કોવિડ જેવી સેન્સીટીવ કેર સેન્ટરની વાત છે તો ચીફ ડીસ્ટ્રીક્ટ હેલ્થ ઓફીસર, કોર્પોરેશનના મેડિોકલ ઓફીસર હેલ્થ કોર્પોરેશનના જાગૃત અધીકારીઓ અને દંડ સ્પેશ્યાલીસ્ટો વગેરે આ પાર્કીંગમા જેમ તેમ હાલતી તેમજ સંક્રમણ ભય સાથે ચાલતી ડોક્ટર તોશનીવાલની કહેવાતી કોવિડ હોસ્પીટલની ક્યારે તપાસ કરશે અને શું પગલા ભરશે તે જોવાનું છે??