જામનગરમાં 4000 ઉપરાંત મતદારો એવા કે જેને ના પસંદ આવ્યા ઉમેદવારો કે પક્ષો..

નોટાના મતોની વોર્ડવાર સંખ્યા 

જામનગરમાં 4000 ઉપરાંત મતદારો એવા કે જેને ના પસંદ આવ્યા ઉમેદવારો કે પક્ષો..
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

લોકો મતદાન મથક સુધી જાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે થોડા વર્ષો પૂર્વે ચુંટણી આયોગ દ્વારા ઈવીએમ મશીનોમાં છેલ્લે નોટાનું બટન ઉમેરવામાં આવ્યું છે, એટલે કે મતદાર મતદાન મથક સુધી પહોચે છે અને ઈવીએમમાં રહેલા ઉમેદવાર કે પક્ષ જો મતદારને પસંદ ના હોય તો મતદાર નોટા બટનનો ઉપયોગ કરી શકે છે, ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરીના અંતે સામે આવ્યું કે 16 વોર્ડમાં  4170 મતદારોએ રાજકીય અને અપક્ષ ઉમેદવારમાંથી કોઇને પણ પસંદ ન કરી નોટામાં મતદાન કર્યું છે. જેની પાછળ રાજકીય પક્ષ અને ઉમેદવારોની કાર્યપ્રણાલી અને અણગમો સહિતના પરિબળો કારણભૂત છે, જેમાં કુલ 16 વોર્ડમાંથી વોર્ડ નં.1 માં સૌથી વધુ 447 અને વોર્ડ નં.6 માં સૌથી ઓછા 134 મતદારોએ નોટાને મત આપ્યા છે.

નોટામાં પડેલા વોર્ડવાઈઝ મત

વોર્ડ 1- 447
વોર્ડ 2-291
વોર્ડ 3-194
વોર્ડ 4-229
વોર્ડ 5-242
વોર્ડ 6-134
વોર્ડ 7-230
વોર્ડ 8-239
વોર્ડ 9-313
વોર્ડ 10-331
વોર્ડ 11-295
વોર્ડ 12-213
વોર્ડ 13-292
વોર્ડ 14-215
વોર્ડ 15-272
વોર્ડ 16-233