જામનગરમાં કેટલાયના મેયર બનવાના ઓરતા અધૂરા રહી ગયા... દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે...!

જામનગરમાં કેટલાયના મેયર બનવાના ઓરતા અધૂરા રહી ગયા... દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે...!
file image

Mysamachar.in-જામનગર

જામનગર મનપાના આજે આગામી અઢીવર્ષ માટેના હોદેદારોની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવી... આ જાહેરાત સાથે કેટલાયના મોઢા પરથી જાણે રોનક જતી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા...ત્યારે ગીતની એ પંક્તિ યાદ આવતી હતી કે દિલ કે અરમા આંસુઓ મેં બહ ગયે..પણ અહી તો સ્થિતિ એવી હતી કે આંસુ પણ સારી શકાય તેમ નહોતા... બોલવું હતું ઘણું પણ બોલી શકાય તેમ નહોતું... એટલે થયું એવું કે મૂંગું મનમાં રાખી અને પોતાના ઓરતા અધૂરા રહી ગયાનો અહેસાસ આજે કેટલાક કોર્પોરેટરો જેને મેયર બનવાની આશા હતી તેનો કર્યો... પણ થાય આવું તો કારણ કે આ ભારતીય જનતા પાર્ટી છે... હા પણ તમને લોકોએ કોર્પોરેટર બનાવ્યા છે. હવે તમારા વિસ્તારમાં લોકોની સેવા કરતા રેહજો નહિતર યે પબ્લિક હે સબ જાનતી હે...આવતી વખતે ચુંટાવવાનો પણ વાંધો આવી શકે...