Mysamachar.in-જામનગર:
જામનગર હાપા માર્કેટ યાર્ડમાં એક દિવસમાં કપાસની મબલખ આવક છેલ્લા ત્રણેક દિવસથી થઇ રહી છે,એવામાં યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોથી કપાસની આવક નોંધપાત્ર રહી છે, ગતરાત્રિથી આજે સવાર સુધીમાં 8000 ભારી કપાસની થઈ આવક થવા સાથે આજે વહેલી સવાર સુધી વાહનોની કતારો કપાસ વેચાણ કરવા માટે રહી હોવા સાથે તેવોએ વધુમાં જણાવ્યું કે ગઈકાલે તો કપાસનો રેકોર્ડ સૌરાષ્ટ્રમાં થયો ગયો જેમાં સૌરાષ્ટ્રમાં જામનગર યાર્ડમા કપાસનો સૌથી વધુ રૂ.1805 ભાવ બોલાયો હતો. 1173 ખેડૂત આવતા જુદી-જુદી 46654 મણ જણસ ઠલવાઇ હતી. અન્ય જણસોની સરખામણીએ કપાસની સૌથી વધુ 16392 મણ આવક થઇ હતી.અને આ આવક હજુ પણ યથાવત હોવાનું જાણવા મળે છે.