Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે હાલની યુવા ઉચ્ચ અધિકારીઓની ટીમ સુપેરે આગળ વધી રહી છે, જેમાં જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સૌરભ પારધી તો જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના સુચારુ સંકલનથી જામનગર શહેર અને જીલ્લામાં ગુન્હાખોરીમાં માથું ઊંચકી અને સમાજમાં ભય પેદા કરનાર તત્વો સામે એક બાદ એક પાસાની દરખાસ્તો પોલીસ વિભાગ કરી રહ્યો છે અને તેને ધડાધડ મંજુરીઓ જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સૌરભ પારધી આપી રહ્યા છે, અને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર સ્થાનિક ગુન્હા શોધક શાખા કે.કે,ગોહિલની ટીમ આવા ગુન્હેગારોને જુદી જુદી જેલોમાં ધકેલી રહી છે.
જામનગર જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી જયારે જુનાગઢ કલેકટર તરીકે હતા ત્યારે તેવોએ સમાજમાં ગુન્હાખોરીને લઈને માથું ઊંચકી રહેલા એક બાદ એક મોટા ગુન્હેગારોને મળીને તેમના કાર્યકાળમાં 150થી વધુ પાસાઓ કરી હતી, ત્યારે જામનગર જીલ્લામાં ટૂંકાગાળામાં જ જામનગર પોલીસ વિભાગે મુકેલ દરખાસ્તો પૈકી જેની ખરેખર જરૂર છે તેવા 7 ગુન્હેગારોને પાસા હેઠળ રાજ્યની જુદી જુદી જેલહવાલે કરી દેવામાં આવ્યા છે.ત્યારે એવું લાગે છે કે જીલ્લા મેજીસ્ટ્રેટ ડો.સૌરભ પારધી તેનો જૂનાગઢનો પાસા કરવાનો રેકોર્ડ જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ મારફત આવતી દરખાસ્તોમાં તોડી અને નવો રેકોર્ડ કરશે તેમ લાગે છે.એકીસાથે જામનગરમાં પાસાની કાર્યવાહી ચાલુ થતા ગુન્હેગારોમાં પણ ફફડાટ ફેલાયો છે.