Mysamachar.in-અમદાવાદ
ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટનો કાયદો અમલી કરવામાં આવ્યા બાદ જામનગર નજીક આવેલ દરેડમાં સરકારી જમીન પર થયેલ દબાણને મામલે તંત્રએ સુઓમોટો દાખલ કરી અને સરકાર તરફે સર્કલ ઇન્સ્પેકટરને ફરિયાદી બનાવી અને પંચકોશી બી ડીવીઝન પોલીસમથકમાં આ અંગેનો ગુન્હો દાખલ કરવામાં આવ્યા બાદ આ કેસમાં પોલીસ દ્વારા ધડાધડ સંડોવાયેલાઓની ધરપકડ કરી જેલ ધકેલવામાં આવ્યા છે, ત્યારે આ કેસમાં જ નહી પરંતુ ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટમાં ગુન્હો દાખલ થયા બાદ સૌ પ્રથમ વખત ધરપકડ સામે સ્ટેનો હુકમ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
ચકચારી દરેડ લેન્ડ ગ્રેબિંગ પ્રકરણમાં આરોપી રાજેશ ચૌહાણની આગોતરા જામીન અરજીમાં ધરપકડ સામે સ્ટેનો હુકમ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કાયદો લાગુ થયા બાદ પ્રથમ વખત કરવામાં આવ્યો છે, આ અંગે એડવોકેટ રાજેશભાઈ ગોસાઈએ જણાવ્યા મુજબ અમારી દલીલ એ જ હતી કે લેન્ડ માફિયાઓએ કરેલ કૌભાંડોનો ભોગ કોઈ નિર્દોષ ના બને તે વિષય સાથેની ઊંડાણપૂર્વકની દલીલોને ધ્યાને લઈને ચકચારી લેન્ડ ગ્રેબિંગના ગુન્હામાં ધરપકડ સ્ટેનો પ્રથમ હુકમ થયો તેમાં આરોપી તરફે વકીલ રાજેશભાઈ ગોસાઈ તથા પ્રેમલ રાચ્છ રોકાયેલા છે.