એકને પ્રમોશન આપવા બે નો ભોગ લેતુ કોર્પોરેશન..

કમિશ્નર અંધારામા કે દબાણમાં?

એકને પ્રમોશન આપવા બે નો ભોગ લેતુ કોર્પોરેશન..

Mysamachar.in-જામનગર:

જામનગર મ્યુનિસીપલ કોર્પોરેશનમા ભુગર્ભમા કાર્યપાલક ઇજનેર તરીકે અ.મ.ઇ. ટેસ્ટ વખતે પણ ખાસ કંઇ પર્ફોમન્સ નહી આપનાર જુનિયર ને તાજ પહેરાવવા માટે બબ્બે  લાયકાત ધરાવનારના ભોગ લેવાઇ રહ્યાનુ અને તદન આઉટ ઓફ વે પ્રમોશન આપવાની પૈરવી થઇ છે,તે તમામ બાબતો એ ચકચાર સાથે ચર્ચા જગાવી છે,કેમ કે ચોક્કસ જુનિયર કણસાગરાને જ સ્થાન આપી શકાય તે માટે આ જગ્યાની લાયકાતમા ફેરફાર કરાયાનુ જાણવા મળે છે જે નિયમ વિરૂદ્ધ છે તેમજ ત્રણ ત્રણ વર્ષ આ પ્રક્રિયા લંબાઇ તે પણ નિયમ વિરૂદ્ધ છે,આવી અનેક બાબતો છે જે ટેકનીકલ પોઇન્ટસ છે,ત્યારે પ્રશ્ર્ન એ છે કે આ તમામ બાબતો અંગે કમિશ્નર અજાણ છે કે દબાણ હેઠળ વહીવટી મંજુરી આપવા જઇ રહ્યા છે? કેમકે અન્ય બે ઇજનેરો આ પોસ્ટ માટે લાયક છે છતા તેમના ભોગ લેવાયા છે તેમ પણ જાણકારો કહે છે  અને ઉમેરે છે કે એ બે મા શુ ખામી અને આમા શુ હીરા ઝડ્યા છે તે તો જાહેર થવુ જોઇએ ને?

-તમામ પ્રક્રિયા રદ થવા પાત્ર હોવાનો લીગલ ઓપીનિયન

કાર્યપાલક ઇજનેર ડ્રેનેજની પોસ્ટ ભાઇ અમીત માટે તેની તરફેણ માટે જે કોઇએ ભેજુ મારી વારંવાર ભરતી પ્રક્રિયા લંબાવી કે લાયકાત ફેરફાર કરાઇ તેમજ અન્ય બે ઉમેદવારના માર્ક જાહેર ન કરાયા માર્કસ ન કહેવાયા સહિત અનેક મુદા જ્યારે ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસીપલ એક્ટ ના સંદર્ભમા જોવાય તો આ પ્રક્રિયા રદ થવા પાત્ર છે,તેવો ખાનગી લીગલ એક્સપર્ટસના અભિપ્રાય છે સાથે સાથે કઇ જોગવાઇઓના ભાઇ  કણસાગરાની તરફેણ કરવા મારી મચડી અર્થઘટન કરી સમગ્ર ફાઇલ તૈયાર કરવામા આવી છે,તેનો અભ્યાસ કરવા અને તે અભિપ્રાય મેળવવા ગતિવિધી ચાલે છે.