ઢોર ડબામા મરતા પશુના ચિત્કાર..૭૫ લાખનો ચારો ખાય છે ક્યા "ખુંટીયા"

વિપક્ષસભ્ય હોબાળો કરી ને પછી ભૂલી જાય છે

ઢોર ડબામા મરતા પશુના ચિત્કાર..૭૫ લાખનો ચારો ખાય છે ક્યા "ખુંટીયા"

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલીકાના ઢોરવાડાના પશુઓ ચિત્કાર કરે છે કે અમારો ચારો ક્યા ખુંટીયા ખાય જાય છે? કેમકે મુંગા પશુઓ માટેની જંગી જોગવાઇઓ બજેટમા કરવામા આવી છે, છતા મોટા ભાગે ભુખમરાથી પશુ મરતા હોવાની આશંકા જાગી છે,કેમકે ખાવા ન મળે તો જે તે કચરો પશુ પેટ ભરવા ખાય તે પણ ઢગલા મોઢે ખાય તેથી મુસીબત સર્જાય છે, અને બજેટમા ૭૫ લાખની ચારા ઉપરાંત સારવાર વગેરેની જોગવાઈ છે,


ઢોર ડબ્બામાં 10 ગૌવંશ મૃત હાલતમાં મળી આવ્યા હતાં  પૂરતુ ખાવાનું અને અવ્યવસ્થાના કારણે 393 ઢોર મત્યું પામ્યા હોવાની ચોકાવનારી વિગતોનો પર્દાફાશ થયો છે. એટલુ જ નહીં ત્રણ ઢોરનું પીએમ કરાતા ત્રણેયના પેટમાંથી મળી કુલ 49 કિલો પ્લાસ્ટિક મળી આવ્યું છે. એટલે પ્લાસ્ટિક વાપરનારાઓ અને ઢોરને પૂરતો ખોરાક નહીં આપનારા મૃત્યુકાંડ માટે જવાબદાર હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. તો લાખો રૂપિયાનો ચારો ક્યા જાય છે

જામનગરમાં ગૌવંશની હાલત દયનીય એટલા માટે છે કે ઢોર ડબ્બાની હાલત જોઇને ભલભલાના રૂંવાડા ઉભા થઇ જાય એકજ દિવસમાં 10 ગોવંશના મૃત્યુ થયાની પોલ ખુલી હતી, પણ સામે લગત વિભાગ કહે છે કે તમામ વ્યવસ્થાઓ પુરતી છે અને ઢોરના મારવાના કારણો અન્ય હોય શકે છે, અને રસ્તે રઝળતા ઢોર પ્લાસ્ટિક વધુ ખાઈ છે અને તેના કારણે તેના મોત થાય છે.