Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના 16 વોર્ડમાં મહાનગરપાલિકા દ્વારા આઠ-આઠ વોર્ડ માટે બે અલગ અલગ પાર્ટીઓને કચરો એકત્ર કરી અને ડમ્પિંગ પોઈન્ટ પર ઠાલવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે, આ કોન્ટ્રાકટ આમ તો 5 વર્ષ માટે આપવામાં આવ્યો છે, પરંતુ પાર્ટીએ અઢી વર્ષે પાછું સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આવવું પડે તેવી શરત મુકવામાં આવી છે, પહેલા અઢી વર્ષમાં ચાર માસ બાકી છે ત્યારે તાજેતરમાં મળેલ સ્ટે.કમિટીની બેઠકમાં ચેર પરથી આ બન્ને પાર્ટીઓ માટે 11.32 કરોડનો વધારાનો ખર્ચ મંજુર કરવાનો મામલે દિવસે ને દિવસે નવા તથ્યો સામે આવી રહ્યા છે, જે અધિકારીઓનો કોન્ટ્રાકટરો પ્રત્યેનો પ્રેમ સાબિત કરે છે.તેવું કહી શકાય તેવી ચર્ચાઓ મનપામાં સાંભળવા મળે છે, ત્યારે વધુ બાબતો તો તપાસ થાય તો જ સામે આવે…
જો કે સમગ્ર અહેવાલની બાબતે mysamachar.in એ રસપ્રદ અને રોચક સમીક્ષા તેમજ લોકોના સવાલ મુંઝવણ દ્વિધા અપેક્ષા આકાંક્ષા આક્ષેપો ચિંતનો વિચારો અભિપ્રાયો સહિત અનેક સર્વાંગી બાબતોને સ્થાન આપવાનો પ્રયાસ કર્યો જ છે જે આ સમગ્ર શહેરના 125 કી.મી. વિસ્તાર અને 16 વોર્ડની સાત લાખ જનતા અને પોણા તન લાખ જેટલી પ્રોપર્ટીને પ્રત્યક્ષ કે પરોક્ષ સ્પર્શતો સર્વગ્રાહી અહેવાલ છે,
ફરીથી પહેલા વધારો એટલે કે લ્હાણી કરી છે તેના ઉપર હજુ વધુ ઉંડાણ પુર્વક અને વધુ બારીકાઇથી જોઇએ તો જે હરખે હરખે આ વધારાનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે તે ખર્ચને લઈને સવાલો એટલા માટે થાય છે કે કોન્ટ્રાકટર સાથેની જે શરતો છે તેમાં સ્પષ્ટ લખ્યું છે કે “મહાનગરપાલિકામાં નવું સીમાંકન અસ્તિત્વમાં આવેલ છે, તે મુજબ જ કોન્ટ્રાકટરને વોર્ડ દીઠ વિસ્તારની ફાળવણી કરવામાં આવે તે રીતે કામગીરી કોન્ટ્રાકટરે કરવાની રહેશે, જેનો કોઈ વધારાનો ખર્ચ મહાનગરપાલિકા દ્વારા ચુકવવામાં આવશે નહિ.” હવે આ શરત સાચી કે સાહેબો મૌખિક કહે તે સાચું.? આ મામલે કંટ્રોલીંગ અધિકારી શું કહેવા માગે છે, તે આગામી અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
-રસપ્રદ અને રોચક સમીક્ષા જેમા માત્ર જાણકારોના જ વેરાયટીઝ ઓફ રીએક્શન
આ અહેવાલ અંગે અમુકએ એમ કહ્યુ છે કે કચરામાંથી “કંચન” (અલબત પોતાના માટે અને સંકળાયેલા અને એસાઇનમેન્ટ સોંપ્યા હોય તેઓના માટે સૌનો સાથ સૌનો વિકાસ….હવે સૌનો પ્રયાસ…કઇ મેળવવા કઇ જતુ કરવુ પડે તેના માટે ય પ્રયાસ તો કરવો જ પડે ને?) કરવા અવસર ઉજવતા આ કોર્પોરેશનના કાર્યપાલકને કોક નાથો….!! તો વળી કોઇને દાદ દીધા વગર શાસકપક્ષના કોકના ડાયરેક્ટ છેડા કરી સ્થાનિક બોડીને બાયપાસ કરી આટલુ બધુ પીઠબળ આ એક જ ઇ.ચા.ને કોનુ છે.? જે તપાસનો વિષય છે માટે તપાસ કરાવાના સૂર ઉઠ્યા છે, જે માટે તેમની અમુક અમુક “લીલા”ઓ હજુ “હરિયાળી”છે, તેમજ સડસડાટ “મોટા” થય ગયા તે કઠીન માર્ગ કોની કોની છત્ર છાયામા સુગમ બનાવ્યો છે, તેની પણ જાણકારો ટીકા ટીપ્પણ સાથે ચર્ચાઓ કરે જ છે જોઇએ તે અહેવાલજનક છે કે નથી?
અમુક વાત અને ખુલાસાને પોકળ દાવા સાચા માનીએ તો પણ….ભાઉએ અધીકારી રાજ ખતમ કરવા કીધુ ને જામનગર કોર્પોરેશનમા ઉલટીગંગા વહે છે તો ઇ એમ કેમ? શાસક પક્ષમા એકસુત્રતા હોવાનુ તો “તેઓ” જણાવતા હોય છે, તો પછી એવુ જ થયુ ને કે સોલિડ વેસ્ટ “મેનેજમેન્ટ” કારસો કરનાર પંકાયેલ ઇન્ચાર્જને કોણ નાથશે? તે બાબતે પદાધીકારીઓ અધીકારીઓમા અવઢવ છે.?