Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. ઉમેદવારો એક એક ગામમાં, એક એક મતદાર સુધી પહોંચી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા-ભાણવડ વિધાનસભા બેઠકનાં ભાજપાનાં ઉમેદવાર મુળુભાઇ બેરાનો ચૂંટણી પ્રવાસ આગળ વધી રહ્યો છે. તેઓનાં પ્રચારકાફલાએ કાલે ગુરુવારે ભાણવડ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી અને મતદારો તરફથી તેઓને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.
ભાજપાનાં ઉમેદવાર મુળુભાઇ બેરાએ કાલે ચૂંટણી પ્રચાર કામગીરી અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગામો મોડપર, ટીંબડી, ઘુમલી, મોખાણા અને વિજયપુર સહિતના ગામોમાં પ્રચાર કર્યો હતો. વિવિધ ગામોનાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો તથા ગ્રામજનો સાથે લોકસંપર્ક કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન ગ્રામજનોએ પોતે ડબલ એન્જિન સરકારનાં હાથ મજબૂત કરવા ઉમેદવાર મુળુભાઇ બેરાને જંગી બહુમતીથી વિજય અપાવશે એવો કોલ આપ્યો હતો. પ્રચાર દરમિયાન મુળુભાઇ બેરા ઉપરાંત જિલ્લા ભાજપાનાં હોદેદારો, અગ્રણીઓ વગેરેએ ગ્રામજનોને ભાજપાની વિકાસશીલ રાજનીતિ અને ડબલ એન્જિન સરકારની લોકલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કર્યા હતાં.
મુળુભાઇ બેરાનાં ચૂંટણી પ્રચાર કાફલાએ સમગ્ર પંથકમાં, વિધાનસભા મતવિસ્તારમાં કેસરિયો પરચમ લહેરાવવા, લોકોને તેમાં ભાગીદાર બનાવવા ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને આહવાન કર્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ખંભાળિયા ભાણવડ વિધાનસભા મતવિસ્તારમાં કમળ ખીલવવા તેઓએ ઉપસ્થિત સૌ ગ્રામજનોને અનુરોધ કર્યો હતો. મુળુભાઇ બેરા સહિતના આગેવાનો દ્વારા આ તમામ ગામોમાં ચૂંટણી સભાઓ, ગ્રૂપ મિટિંગ તથા મતદારોનો ડોર ટુ ડોર લોકસંપર્ક પણ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનો દ્વારા ઉમેદવાર મુળુભાઇ બેરા સહિતના આગેવાનોનું વિવિધ ગામોમાં સ્વાગત સન્માન કરવામાં આવી રહ્યું છે. કાલે ગુરુવારે મુળુભાઇ બેરાનો ચૂંટણી પ્રવાસનો સતત નવમો દિવસ હતો. તેઓને બંને તાલુકાઓ ખંભાળિયા અને ભાણવડ તાલુકાના ગામોમાં પ્રચંડ જનસમર્થન મળી રહ્યું છે.મુળુભાઈના પ્રચાર દરમિયાન સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ જોડાઈ રહ્યા છે.