Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની માહિતી પરથી ભાણવડ પોલીસ સ્ટાફ રેડ કરવા માટે પહોચ્યો હતો પરંતુ રેઇડ દરમિયાન જોવા જેવી થઇ અને જુગારીઓ સહીતના ટોળાએ પોલીસને ઘેરી લઇ બોલાચાલી કરી ફરજમાં રુકાવટ કર્યાની અને જુગાર અંગેની એમ બે અલગ અલગ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. ભાણવડ પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ મેસુરભાઇ પીઠાભાઇ કનારા, પરબત ઉર્ફે પબો દેવાણંદભાઇ ચાવડા, અરજણ ઉર્ફે કાલી સમાતભાઇ કનારા, ગોવાભાઇ દેવાણંદભાઇ ચાવડા, માલદેભાઇ દેવરખીભાઇ કનારા તથા બે અજાણ્યા ઇસમો જુગાર રમતા હોય જ્યા પોલીસએ જુગાર અંગેની રેઇડ કરતા….
કરશનભાઇ પાલાભાઇ ચાવડા, વલ્લભભાઇ પાલાભાઇ ચાવડા, રામભાઇ મોહનભાઇ નંદાણીયા, લખમણભાઇ જીવાભાઇ ચાવડા, જગુભાઇ કરશનભાઇ નંદાણીયા, સુમીતભાઇ ડાડુભાઇ ચાવડા, ગોગનભાઇ કારાભાઇ વરૂ રહે. બધા મોટા કાલાવડ તા.ભાણવડ વાળાઓ તેમજ ટોળાએ રેઇડીંગ પાર્ટીના પોલીસના માણસો પાસે જઇ ગેરકાયદેસર મંડળી રચી એક સંપ કરી અને બોલાચાલી ઝપાઝપી કરી બિભત્સગાળો બોલી એક સાથે હુમલો કરી પોલીસની કાયદેસરની કસ્ટડીમા રહેલ સાત જેટલા જુગારીઓને પોલીસની કાયદેસરની ફરજમા રૂકાવટ કરી ફરીયાદી એએસઆઈ લખમણ ગઢવીને જમણા હાથના અંગુઠામા તથા ડાબા કાનમા ઇજાઓ કરી રેઇડીંગ પાર્ટી સાથે ઝપાઝપી બોલાચાલી કરી છોડાવી જઇ તથા જુગાર રમતા ઇસમોએ પણ સહકાર નહી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જો કે જાણવા મળતી વિગતો પ્રમાણે મામલો ગતસાંજે જયારે આ બબાલ થઇ ત્યારે ખુબ બીચકયો હતો અને જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ સ્થળ પર દોડી જવાની ફરજ પડી હતી.અને બાદમાં માંડ મામલો થાળે પાડી અને ફરિયાદ નોંધાઈ હતી.