કૃષિ મંત્રી R.C.ફળદુના જીલ્લામાં ગૌચરની ૨ લાખ ચો.મી ઉપરાંતની જમીનમાં દબાણ

દબાણ દૂર કરવા ગ્રામપંચાયતોને નોટીસ

કૃષિ મંત્રી R.C.ફળદુના જીલ્લામાં ગૌચરની ૨ લાખ ચો.મી ઉપરાંતની જમીનમાં દબાણ
પ્રતીકાત્મક તસ્વીર

my samachar.in-જામનગર:

રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુના જામનગર જીલ્લામાં ૨,૭૯,૪૫૩,લાખ ચો.મી.ગૌચરની જમીન ઉપર દબાણ થઈ ગયું હોવા છતાં તંત્રએ ધ્યાન ન આપતા હાલ ગૌચરની જમીન ઉપર પાકા મકાનો ખડકાઇ ગયાનું બહાર આવ્યું છે અને ગાંધીનગરથી રેલો આવતા હાલ કાલાવડના રાજડા ગામે ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ મામલે ગ્રામપંચાયતને ટી.ડી.ઑ કાલાવડે સૂચના આપતા સરપંચ રજા પર ઉતરી જતાં ચકચાર જાગી છે,

જામનગર જીલ્લામાં જામનગર તાલુકામાં ૨,૬૫,૯૪૫ લાખ ચો.મી ગૌચરની જમીન ઉપર દબાણની ૨૨ ફરિયાદો છે, ધ્રોલ તાલુકામાં ૧૦,૫૦૮ ચો.મી. ગૌચરની જમીન ઉપર દબાણ, કાલાવડ તાલુકામાં ૩ હજાર ચો.મી ગૌચરની જમીન ઉપર દબાણ ખડકી દેવામાં આવ્યા છે અને આ દબાણ દૂર કરવા માટે છેલ્લા ઘણા સમયથી ૩૦ જેટલી ફરિયાદો હોવા છતાં દબાણ દૂર કરવાની કાર્યવાહીમાં ઢીલ રાખવામા આવતા ગાંધીનગર અધિક કમિશ્નર દ્વારા જામનગર ટી.ડી.ઑ ને પત્ર લખીને આકરા શબ્દોમાં ટીકા કરીને તાત્કાલીક જામનગર જીલ્લામાં ગૌચરની જમીન ઉપર દબાણ દૂર કરવા જણાવ્યુ છે અન્યથા વિધાનસભામાં ઊભી થનાર પરિસ્થિતિ માટે જામનગર ડી.ડી.ઓની જવાબદારી રહેશે તેવું પત્રના અંતે અધિક વિકાસ કમિશ્નરે ચેતવણી આપી છે,

આમ જામનગર જીલ્લામાં ગૌચરની જમીન ઉપર થયેલ દબાણ અંગે બેદરકારી રાખવામા આવતા હાલ ગૌચરની જમીન ઉપર પાકા મકાન ખડકાઇ જવા પામ્યા છે અને ગાંધીનગરથી રેલો આવતા હાલ ગ્રામ પંચાયતના દબાણ દૂર કરવાની જવાબદારી હોય,નહિતર ગ્રામ પંચાયતને વિસર્જન કરવાની ચીમકી વચ્ચે દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત ઉપર દબાણ આવતા કેટલાય સરપંચોમાં ભાગદોડ મચી જવા પામી છે.