લક્ઝુરીયસ કારમાં ચાલતો હતો IPL પર સટ્ટો

ઝડપાયેલા શખ્સોમાં 2 રાજકોટના જયારે 1 જૂનાગઢનો

લક્ઝુરીયસ કારમાં ચાલતો હતો IPL પર સટ્ટો

Mysamachar.in-મોરબી

IPL પર રમતો સટ્ટો એ હવે કોઈ નવી વાત રહી નથી...ક્યારેક ફાઈવ સ્ટાર હોટેલમાં તો ક્યારેક આલીશાન બંગલાઓમાં બેસીને સટોડીયાઓ સટ્ટો ચલાવતા હોય છે, પણ મોરબી પોલીસે લક્ઝુરીયસ કારમાં ચાલતો હતો IPL સટ્ટો ઝડપી પાડ્યો છે, હાલમાં ચાલી રહી વીવો આઈપીએલ ટી-20 ક્રિક્રેટ મેચ ઉપર ક્રિક્રેટ સટ્ટો રમી રમાડતા મોરબી શકત શનાળા થી સજજનપર ધુનડા જવાના રસ્તા ઉપર રાજકોટનો વિજય ઉર્ફે વિજલો રાજેશભાઇ લુવાણા તેના સાગરીતો સાથે મોબાઇલ ફોન દ્વારા સ્કોડા કાર નંબર GJ-01-KR-0029 વાળીમાં આવી શકત શનાળા આજુબાજુ રોડ સાઇડમાં કાર પાર્ક કરી તેમજ ચાલુ ગાડીમાં તાજેતરમાં ચાલતી વીવો આઈપીએલ ટી-20 ક્રિક્રેટ મેચનુ મોબાઇલ ફોનમાં જીવંત પ્રસારણ નિહાળી મોબાઇલ ફોનથી અન્ય ગ્રાહકો સાથે સંપર્ક કરી ક્રિકેટ મેચ ઉપર પોતાના અંગત ફાયદા સારૂ ક્રિક્રેટ સટ્ટાનો જુગાર રમી રમાડતો હોય.

જે હકિકતનાં આધારે RCB & SRH ટી-20 ક્રિકેટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમતા વિજયભાઇ રાજેશભાઇ વિઠલાણી (રહે. હાલ રાજકોટ રૈયા રોડ સોપાન હાઇટ્સ-ફેઇઝ), દીલિપભાઇ ઉર્ફે દીપ વીસુભાઇ ધાંધલ (રહે. રાજકોટ, સંતકબીર રોડ ભગીરથ સોસાયટી), હરીશભાઇ ઉર્ફે મુન્નો માધવજીભાઇ તન્ના(રહે. જુનાગઢ, 17 શાંતીનાથ એપાર્ટમેન્ટ) વાળાને મોબાઇલ ફોન નંગ 3 (કિં.રૂ.17,000/-) , લેપટોપ નંગ 1 (કિં.રૂ.10,000/-) રોકડા રૂ. 40,000/- તથા સ્કોડા કાર (કિં.રૂ.4,00,000/-) સહીત કુલ કિં.રૂ. 4,67,000/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જ્યારે જાવેદ ઉર્ફે જાવલો ઇકબાલભાઇ પાયક (રહે. આસ્વાદપાન વાળી શેરી મહેન્દ્રપરા મોરબી), કાનો પ્રિયદર્શભાઇ ઠાકર (રહે,મોરબી), મનીશભાઇ ઉર્ફે સ્વામી કઠોળ (રહે. રાજકોટ), માલદે રમેશભાઇ ચાવડા (રહે. મોરબી ખોડીયારનગર) વાળા હાજર ન મળી આવતા પોલીસે આ તમામ સાતેય આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો રજીસ્ટર કરાવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.