ખંભાળિયામાં મોબાઈલ પર રમાતો જુગાર ઝડપાયો 

બે ની અટકાયત

ખંભાળિયામાં મોબાઈલ પર રમાતો જુગાર ઝડપાયો 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયા ટાઉનમાં મીલન ચાર રસ્તા પાસે ખુલ્લા પ્લોટમાં જાહેરમાં એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં લુડો કીંગ નામના એપ ડાઉનલોડ કરી તેમાં ચોક્ઠા(પાસા)થી જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લઈને કાર્યવાહી કરેલ છે,

આ જુગારના દરોડા દરમ્યાન એન્ડ્રોઈડ મોબાઈલ ફોનમાં લુડો કીંગ નામના એપ ડાઉનલોડ કરી જુગાર રમતા ભરતભાઇ ખીમાભાઇ જામ અને કાન્તીલાલ લાલજીભાઇ વાઘેલાને રોકડા ૧૧૨૦૦ તથા એક મોબાઈલ ફોન  મળી કુલ ૧૪૨૦૦ હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.   

ખંભાળિયામાં મોબાઇલમા લુડો કીંગ એપથી હારજીત કરીને આ જુગાર ઝડપવાની કામગીરી ઇન્ચાર્જ પી.આઈ. એ.બી.જાડેજા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવતા આ પ્રકારના જુગારનો શોખ ધરાવતા શોખીનોમાં ફફડાટ ફેલાયો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો