જૂનાગઢ માં 91 લાખના અનાજની લુંટ..!

પૈસા,દાગીના બાદ અનાજ પણ લુંટાવા લાગ્યું..

જૂનાગઢ માં 91 લાખના અનાજની લુંટ..!

mysamachar.in-જુનાગઢ

આપણે ત્યાં સોનાચાંદીના ઝવેરાત,અને રોકડા રૂપિયા લુંટાઈ જવાની તો અનેક ઘટનાઓ વર્ષ દરમિયાન સામે આવતી રહી છે,પણ હવે તો લુંટારાઓ અનાજ પણ ના મુકતા હોવાનો કિસ્સો જૂનાગઢમાં સામે આવ્યો છે,

જૂનાગઢમાં ઘરમાં પિતાજી ના અવસાનના કારણે 4 દિવસ કારખાને નહિ પહોંચતા વેપારીના ગોડાઉન માંથી 4 થી 5 ટ્રક માં 91 લાખના જીરા, તુવેર ની ઉઠાંતરી કરી 5 થી 7 શખ્સો ફરાર થયાની ઘટના સામે આવતા સમગ્ર જીલ્લાની પોલીસ દોડતી થઇ જવા પામી છે,

જૂનાગઢના તળાવ દરવાજા ખાતે રહેતા અને માખીયાળા રોડ પર વિવાન એન્ટરપ્રાઈઝ નામે કારખાનું ધરાવતા વેપારી અમરીશભાઈ રાજેન્દ્રભાઇ ઠકરાર ના પિતાજી નું તારીખ 6 ડિસેમ્બરના  રોજ અવસાન થયેલ હોય જેના કારણે 4 થી 5 દિવસ દુકાને જઈ શકેલ ન હતા.તે દરમિયાન તેમનો ચોકીદાર સાહેદ જેન્તીલાલ એકલો જ દુકાને રહેતો હોય તેને છરી બતાવી એક રૂમમાં પુરી ને ગોડાઉનમાંથી 
ધાણા 25200 કિલો આશરે કિંમત 15,23,000 રૂપિયા,
ગમ ગુવાર 38900 કિલો કિંમત 19,45,000 રૂપિયા
જીરું 30960 કિલો કિંમત 57,27,890 રૂપિયા
ની લૂંટ કરી 9 શખ્સો ફરાર થઈ ગયેલ છે.  

આ અંગે પોલીસમાં ફરિયાદ થતા પોલીસે આ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. નોંધનીય છે કે આરોપીઓએ ખુદ અમરીશભાઈ ને ફોન કરી પોતે લૂંટ કરી હોવાનું જણાવ્યું હતું,આ  આરોપીઓમાં મેરામણ કરમણ ભાઈ,દિનેશભાઇ કરમન ભાઈ અને તેના મજૂર સહિત કુલ 9 શખ્સો સામે અમરીશભાઈ એ ફરિયાદનોંધાવેલ છે જે અંગે તાલુકા પોલીસ તેમજ એસ પી અને આઈ જી ખુદ તપાસ ચલાવી રહયા છે . 

જૂનાગઢમાં આ રીતે અનાજની લૂંટ થઈ હોય એવો આ પહેલો કિસ્સો છે જેથી પોલીસ પણ સતર્ક બની આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે. 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.