જામનગરમાં દલિત ખેલાડીઓ પાછળ ૧.૭૭ કરોડનો ખર્ચ,પરિણામ શૂન્ય

અધિકારીઓએ ગાઇડલાઇનનું જુદું અર્થઘટન કર્યું

જામનગરમાં દલિત ખેલાડીઓ પાછળ ૧.૭૭ કરોડનો ખર્ચ,પરિણામ શૂન્ય

my samachar.in-જામનગર:

જામનગર જીલ્લામાં રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં અનુ.જાતિના ખેલાડીઓમાં રહેલી પ્રતિભા બહાર લાવવા માટે  ૧,૭૭,૧૨,૫૦૦ કરોડની  માતબર ગ્રાન્ટ ફાળવી હોવા છતાં કરેલ ખર્ચનું કોઈ નક્કર પરિણામ મેળવવામાં નિષ્ફળતા મળી હોવાની પ્રતીતિ ક્યાક ને ક્યાક થાય છે,

અનુ.જાતિના ખેલાડીઓમાં રહેતી રમતલક્ષી સુષુપ્ત શક્તિઓને કૌશલ્ય વર્ધક કાર્યક્રમ દ્વારા ગુજરાત રાજ્યને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સારા પરિણામો મેળવવા માટે અનુ.જાતિના વિસ્તારમાં ખેલમહાકુંભ વિજેતા ખેલાડીઓ, જીલ્લા કક્ષાના વિજેતા ખેલાડીઓ, રાજકીયકક્ષાની શાળાકીય સ્પર્ધાઓના વિજેતા ખેલાડીઓ, જીલ્લા એસોસિએશન દ્વારા યોજાતી સ્પર્ધાના વિજેતા તેમજ પ્રતિભાવંતી ૧૬ વર્ષથી નીચેના ભાઈઓ તથા બહેનો માટે અનું.જાતિ વિસ્તારમાં ૨૧ દિવસનો ૫ રમતો કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, એથ્લેટિક્સ, યોગાસન માટેનો સ્કીલ ડેવલપમેન્ટ કોચિંગ કેમ્પનું આયોજન કરવાનું હોય છે,

જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા જામનગર જીલ્લા સહિત કચ્છ, બનાસકાઠા,પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને અમરેલી જીલ્લાનો સમાવેશ કરીને દર વર્ષ ની જેમ વર્ષ ૧૭/૧૮ માં પણ ૪ કરોડ ૨૫લાખ જેવી માતબર રકમ ફાળવી હતી,

આમ રાજ્ય સરકારનો હેતુ તો ખૂબ ઉમદા છે પરંતુ અમલવારીમાં બાબુઓ  રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ચોક્કસ ગાઈડલાઇન ને નેવે મૂકી અને જુદું અર્થઘટન કરી રહ્યા ના આક્ષેપો પણ થઈ રહ્યા છે  જામનગર જીલ્લા સહિતના જીલ્લામાં આ ગ્રાન્ટ વાપરવાની સૂચના આપેલ હતી પરંતુ નિયમોનું જુદું અર્થઘટન કરીને અનુ.જાતિના માત્ર વિદ્યાર્થીઓ ને જ ૨૧ દિવસની તાલીમને તેની પાછળ ખર્ચ કરીને કાર્યક્રમ પૂર્ણ કરી નાખવામાં આવતો હોવાનું જામનગર જીલ્લામાં  બહાર આવ્યું છે. ત્યારે રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ દ્વારા ફાળવવામાં આવતા ફંડનો દુરુપયોગ થતો હોય તેવી ફરિયાદ ઉઠી છે.