જામનગર જિલ્લામા ૭૦% જેટલા વરસાદથી લોકોને  હાશકારો

દ્વારકા જિલ્લો પણ તરબતર થવાની આશા

જામનગર જિલ્લામા ૭૦% જેટલા વરસાદથી લોકોને  હાશકારો

Mysamachar.in-જામનગર:

જામનગરમા આ વખતે ભલે મોડો વરસાદ આવ્યો પરંતુ ૭૦ % જેટલો વરસાદ થઇ જતા લોકોને હાશકારો થયો છે,કેમ કે ગત વર્ષના માત્ર ૫૦ % વરસાદથી દરેક ક્ષેત્રમા માઠી બેઠી હતી,અને ત્યારથી હાલના દસ દિવસ પહેલા સુધી મંદીનો ભરડો ઝળુંબતો હતો અને દરેક પ્રકારની હાલાકી પણ વધતી હતી, તેવામા ગત સપ્તાહનો હળવો વરસાદ અને તાજેતરનો નોંધપાત્ર વરસાદ વરસતા લોકોના અદ્ધરશ્વાસ હેઠા બેઠા હતા.

આ વખતે ચોમાસામા અત્યાર સુધી જોઇએ તો  ડેમ સાઇટ ૬ થી ૨૮ ઇચ તાલુકા મથકે ૧૦ થી ૨૩ ઇચ ગામડામા  ૩  થી ૧૩ ઇચ અને  સરેરાસ ૫૨૦ મીમી થી ૭૦ થી ૭૫ ટકા વરસાદ નોધાયો છે, અને   ડેમોમા ૬૦%  જેટલુ પાણી સંગ્રહ થયુ છે, હજુય તાજેતરમા અને આગામી દિવસોમા વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી જ છે,માટે હજુ વધુ પાણી સંગ્રહની આશા લોકોમા જીવંત છે,

-ગત વર્ષ કરતા સુધર્યુ ,દ્વારકા જિલ્લો પણ તરબતર થવાની આશા

ગત ચોમાસામા માત્ર ૫૦% વરસાદ અને તે પણ કટકે કટકે થયેલો... જેથી જળાશયોમા ૩૦% જ પાણી આવેલુ હતુ,આ વખતે જામનગર જિલ્લામા ગત વખત કરતા ચિત્ર ઉજળુ છે, બીજી તરફ દ્વારકા જિલ્લાનો હવે વારો છે, જ્યા અત્યાર સુધી ૫૦% જેટલા વરસાદથી  ડેમોમા ૩૦ %પાણી આવ્યા છે, જોકે ચેકડેમો તળાવો ભરાયા છે, પરંતુ હજુ નોંધપાત્ર વરસાદની સંભાવના હોય ત્યા પણ સ્થિતિ સુધરવાની સંભાવના છે