રાજ્યના કૃષિમંત્રીનું ખેડૂતોને નુકશાનીને લઈને મહત્વનું નિવેદન
જે વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે નુકશાન થયું હશે તેને...

Mysamachar.in-જુનાગઢ:
રાજ્યમાં આ વર્ષ ચોમાસાની ઋતુમાં કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દેતા ખેડૂતોને નુકશાન થયાનું સામે આવ્યું છે આ મામલે રાજ્ય સરકાર શું કરવા માંગે છે તેવો સવાલ જુનાગઢ ખાતે પહોચેલા કૃષિમંત્રી રાઘવજી પટેલને કરવામાં આવતા તેવાઓએ જણાવ્યું કે..."ખેતીવાડી વિભાગને આદેશો આપવામાં આવેલ જ છે જે તે જીલ્લામાં અતિ વૃષ્ટિના કારણે જે ખેતીની જમીન કે ઉભા પાકને કાઈ નુકશાન થયું છે તેનો સર્વે કરી ડીટેઇલ રીપોર્ટ મોકલશે ત્યાર બાદ તેના પર આગળની વિચારણા થશે તેમ રાઘવજી પટેલે જણાવ્યું હતું."