કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી જેટલી ચીવટ પણ કોર્પો.એ મહત્વની પોસ્ટ મા ન રાખી

તમામ વિગતો મંગાઇ

કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી જેટલી ચીવટ પણ કોર્પો.એ મહત્વની પોસ્ટ મા ન રાખી

Mysamachar.in-જામનગર: 

જામનગર કોર્પોરેશને કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી થાય ત્યારે જેટલી ચીવટ રખાય છે, તેટલી ચીવટ મહત્વની પોસ્ટની ભરતી માટે રાખી ન હોવાની જાણકાર વર્તુળોમા ચર્ચા છે ત્યારે જેની પસંદગી થઇ છે તે તો નિશ્ર્ચિંત થઇ ફરે છે પરંતુ આ તો સમયનુ ચક્ર છે માટે જેમની કૃપાથી આ સઘળો ખેલ પડ્યો હશે તે પણ કાયમ તો રહેવાના નથી અને ઓચિંતી માઠી બેસે તો જેમ ઘણા કિસ્સામા થાય છે, તેમ કદાચ કમિશ્નર અને સરકારની મંજુરી બાદ પણ કંઇક ફરી રંધાય તો  રિવર્ઝન પણ આવી શકે અથવા તો આ બંને કે બે માંથી એક મંજુરી ન પણ મળે તેમ દરેક શક્યતાઓ , આ તમામ પ્રક્રિયાનો ખેલ જાણનાર તેમજ અન્ય અન્યાયનો ભોગ બનેલાઓમા ચર્ચા થાય છે ખરેખર શુ થાય તે તો સમય જ બતાવશે.

આ ખેલ બગડી શકે તે માટે મહત્વનો મુદો એ છે કે કોર્પોરેશન કોન્ટ્રાક્ટબેઝ થી કોઇ ભરતી કરે છે તો પણ સો ગરણા થી ગાળે છે, અને જે પરીક્ષા અને  ઇન્ટરવ્યુના વિભાગવાર માર્કસ કેટલા છે તે અગાઉથી જાહેર કરાય છે, પરંતુ ભાઇ અમિતની કા.ઇ.ડ્રે. માટે ભરતી કરવાનુ નક્કી થઇ ગયુ હતુ માટે સમગ્રપણે માર્કસ મુકવાની પ્રક્રિયા જાહેર જ ન કરાઇ , આવી મોટી પોસ્ટ માટે પારદર્શી પ્રક્રિયા ન થઇ તે જ દર્શાવે છે કે અગાઉથી ફીક્સીંગ થયુ છે, માટે જ આ ભરતીની પ્રક્રિયાના તમામ ડોક્યુમેન્ટસની માંગણી પણ કરવામા આવી છે સાથે-સાથે ખુબ ખાનગી રાખેલ  આ વિષયની ફાઇલમાંથી અમુક કાગળ લીક થયાનો પણ એક અંદાઝ છે, નહી તો ગેરરિતી ખુલ્લી ન પડી શકે

-સજ્જડ ફીક્સીંગ.?

રાજકીય વિશ્ર્લેષકો જણાવે છે કોર્પો. ની બહારથી થયેલુ આ ફીક્સીંગ એટલુ સજ્જડ છે કે અંદરના કે બહારના દરેક આ બાબતે કોઇ ચર્ચા ઉખેડે તો પણ ભડકે છે અને મૌન સેવે છે અથવા " આપણે આમા ક્યાય નથી" "એ વિષય તો કોર્પો.નો આંતરીક મામલો છે" એવી સુફીયાણી વાતો કરવા લાગે છે માટે આ વિશ્ર્લેષકો એવા તારણ કાઢે છે કે કોઠો ટાઢો કરી ને આવુ જ બોલવાનુ હોય અને અમુક બીજા કારણોસર ભડકીને ભાગતા હોય છે તેમજ આ બાબતે જેને જેને લેખીત વાંધા લીધા છે તેમને કાં તો સમજાવી લીધા છે કાં તો ગણકાર્યા નથી કાંતો બહુ નડતર થાય તેવુ લાગે ત્યારે સાથે કરી લેવાની ગોઠવણો ચાલે છે, દરમ્યાન નિમણુંક પામનાર કા.ઇ. એ હજુ વધુ ઘસારો ખમવો પડે તેવો માહોલ તો ચોક્કસ સર્જાયો હોવાનુ અભ્યાસીઓ જણાવે છે