ફાયર NOC મુદે હોસ્પીટલ સીલ કરવાના મનપાના પગલા સામે IMA ખફા

તાકીદની મળી મીટીંગ

ફાયર NOC મુદે હોસ્પીટલ સીલ કરવાના મનપાના પગલા સામે IMA ખફા

Mysamachar.in-જામનગર

જામનગરમાં ફાયર સેફટી અને NOC મુદે મહાનગરપાલીકા દ્વારા કડક પગલા લેવાનુ શરૂ થયુ હોય ઇન્ડીયન મેડીકલ એસોસીએશન ખફા થયુ છે. તેમજ એસો. ના હોદેદારોની તાકીદની મીટીંગ મળી તેમા IMA કડક પગલા લેશે તેવુ નક્કી કરાતા સમગ્રપણે મામલો ગંભીર થવા તરફ જઈ રહ્યો હોય તેમ લાગે છે, એક તરફ સરકાર ફાયર સેફટી મુદે આકરા પગલાના મુડમા છે તો હાલના રોગચાળાના સમયમા ડોક્ટરોના વોર્ડ વિભાગ આઇસીયુ વગેરે સીલ થાય તેની સામે IMA ખફા થતા મામલો વધુ રંગ પકડશે તેવા સંકેતો સાથે ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે રણનિતી ઘડાય છે જે આગળ જતા વધુ ગંભીર બને તેવા સંકેત મળ્યા છે,

IMA જામનગર દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં જણાવ્યું છે કે હાલમાં સમગ્ર દેશમાં કોવિડ 19ની મહામારી ચાલી રહી છે. અને તમામ ડોક્ટરો લોકસેવાના કાર્યો કરી રહ્યા છે. આવા કપરા કાળમાં જામનગરના ડોક્ટરોને ખુબજ ટુકા ગાળામા ફાયર સેફ્ટીના સાધનોની પુર્તતા, બીલ્ડીંગમાં તોડફોડ કરી NOC મેળવવા માટે તંત્ર દ્વારા નોટીસો ફટકારવામાં આવી રહી છે, તથા હોસ્પીટલને સીલ કરવાની કાર્યવાહી પણ ચાલુ કરેલ છે. દરેક ડોક્ટરો હરહમેશ ફાયર સેફ્ટીના મુદ્દે શક્ય તેટલો સાથ સહકાર આપ્યો છે અને આપશે.

જામનગરના મોટા ભાગના ડોકટરોએ NOC  માટે અરજી કરી દીધેલ છે અને અમુક ડોકટરો માટે તાત્કાલીક અસરથી બીલ્ડીંગના માળખામાં ફેરફાર કરવો, તથા મોટા કોમ્પલેક્ષમાં માત્ર એક/વધારે હોસ્પીટલ હોય તો તેના માટેના ઉચીત પગલા લેવા એ પ્રેક્ટીકલી ખુબજ અઘરું છે. આ બાબતે IMA જામનગર, જામનગરના બન્ને મંત્રીઓ, પદાધીકારીઓ, સાંસદ, મ્યુનીસીપાલ કમીશ્નર... તમામ ને રજુઆત કરેલ છે.

હાલમા ડો. પાઢની હોસ્પીટલ ફાયર સેફટી તંત્ર દ્વારા સીલ કરાવામાં આવી છે. માટે જમનગર IMA દ્વારા ઈમરજન્સી મીટીંગ યોજવામાં આવી હતી, આ મીટીંગ માં IMA,નેશનલ વાઇસ પ્રેસીડન્ટ ડો. વિજયભાઇ પોપટના IMA હોદેદારો હાજર રહ્યા હતા. અને આ બાબતની ચર્ચા જામનગર IMA દ્વારા કરવામાં આવી છે, અને તંત્રને વિનંતી કરવામાં આવી છે કે જામનગરના ડોક્ટરોના તમામ પ્રશ્નોના નિવારણ ના આવે ત્યા સુધી હોસ્પીટલ ને બંધ (સીલ) ના કરશો અન્યથા જામનગર IMA દ્વારા આગળ ઉપર કડક પગલા લેવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલ છે.