હું ઘરે એકલી છું તમે આવો અને...અને પછી યુવક ફસાયો

કટકે કટકે 77 હજાર પડાવી અને વધુની માંગણી પણ કરી...

હું ઘરે એકલી છું તમે આવો અને...અને પછી યુવક ફસાયો

Mysamachar.in-અમદાવાદ

આજના સમયમાં ખાસ કરીને પુરુષો જો સતર્ક ના રહે તો હનીટ્રેપની જાળમાં ફસાઈ જાય છે, અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવો જ વધુ એક હનીટ્રેપનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં યુવકને મહિલાએ મળવા માટે ઘરે બોલાવી પતિ અને ભાઈ સાથે મળી યુવકનું અપહરણ કરી અને કટકે કટકે 77 હજાર રૂપિયા પડાવ્યા હતા, વેજલપુરમાં રહેતા શાહનવાજ શેખ નામના યુવકની 8 વર્ષ પહેલાં લગ્ન પ્રસંગમાં આફરીન નામની યુવતી સાથે મુલાકાત થઈ હતી. જે મુલાકાત બાદ તેઓની વચ્ચે ટેલિફોનિક અને વ્હોટ્સએપ પર વાત થોડાક સમય થઈ પછી સંપર્ક તૂટી ગયો હતો. પરંતુ ગત 15મી ફેબ્રુઆરીએ યુવકના વ્હોટ્સએપમાં અજાણ્યા નંબર બ્લેન્ક મેસેજ આવ્યા ત્યારે 17મી ફેબ્રુઆરીના રોજ રાત્રે આફરીને યુવકને ફોન કરીને યુવતીએ ઘરે એકલી છું તેવું જણાવી મળવા બોલાવ્યો હતો.

જોકે શાહનવાઝ યુવતીના ઘરે પહોંચતા જ તેના પતિએ યુવકને ઘરમાં લઈ જઈ માર મારી 50 હજારની માંગણી કરી તેના ખીસ્સામાં રહેલા 17 હજાર કાઢી તેને કારમાં બેસાઈ બાવળા રજોડા પાટિયા પાસે લઈ જઈ યુવકના પિતા પાસેથી 20 હજાર લઈ યુવકને છોડી દીધો હતો. આરોપીઓએ અપહરણ બાદ યુવકને છોડ્યો પણ તેનું વાહન પરત નહિ આપી છોડાવા માટે યુવકના પિતા પાસે 40 હજાર રૂપિયા પડાવ્યા. એટલુજ નહિ આ ટોળકીએ શાહનવાઝના પિતાને પણ ધમકી આપી હતી કે અમારા વિરુદ્ધ ફરિયાદ કરશો તો તમને અને તમારા દીકરાને જાનથી મારી નાખીશું. જે બાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોચતા પોલીસે આફરીન, ઈમ્તિયાઝ અને ઇકબાલ નામના ત્રણની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.