ફીટનેસ અને સ્ટેમિના વધારવો હોય તો આ ફૂડને કાયમી ધોરણે અલવિદા કહી દો

આ ફૂડનું વધારે પડતું સેવન શરીર માટે હાનિકારક છે

ફીટનેસ અને સ્ટેમિના વધારવો હોય તો આ ફૂડને કાયમી ધોરણે અલવિદા કહી દો
symbolic image

Mysamachar.in-હેલ્થ ડેસ્ક:

સામાન્ય રીતે એવું બનતું હોય છે કે, જેમ જેમ દિવસ પૂરો થતો જાય એમ વ્યક્તિનું એનર્જી લેવલ ડાઉન થતું જાય છે. વ્યક્તિના શરીરમાં ફીટનેસ અને સ્ટેમિનાના સ્તર માટે અનેક વસ્તુઓ અસર કરતી હોય છે. જેમાં ઊંઘ અને સ્ટ્રેસ પણ એટલો જ ભાગ ભજવે છે. આ સાથે શારીરિક પ્રવૃતિઓ અને ડાયેટ પણ અસર કરે છે.  સવારે નાસ્તો કર્યા બાદ શરીરને સારી એવી એનર્જી મળી રહે છે. જોકે, કેટલાક ફૂડ એવા પણ છે જે શરીરની ફીટનેસને ખતમ કરી નાંખે છે. 

બ્રેડ અને પાસ્તા
સફેદ બ્રેડથી શરીરની એનર્જી ડાઉન થતી જાય છે. એવું એક વખતમાં ખાવાથી નથી બનતું. બ્રેડનો વધારે પડતો ઉપયોગ સ્ટેમિના ઘટાડે છે. કોઈ પણ પ્રોસેસ્ડ ગ્રેઈનમાં ખૂબ ઓછું ફાયબર હોય છે. જે બ્લડ શુગર અને ઈન્સ્યુલીન લેવલને વધારે છે. આને કારણે શરીરમાં સ્ટેમીના ઘટે છે. પાસ્તા પણ સ્ટેમિના ઘટાડે છે. એટલા માટે બ્રેડ અને પાસ્તા બને તો ન ખાવા જોઈએ.

ખાંડવાળા અથવા સ્વીટ ફૂડ
માર્કેટમાં મળી રહેલા ઘણા બઘા ફૂડ અને પીણામાં ખાંડ હોય છે. જેનું લેવલ ખૂબ વધારે હોય છે. જેનું સેવન કરવાથી એનર્જી ઘટે છે. ક્રિમ રોલ અને ચોકોચિપ્સના જુદા જુદા ફ્લેવરમાં ખાંડ હોય છે. જે શરીરમાં શુગરનું પ્રમાણ વધારે છે. મહિને એક વખત આવો પદાર્થ લો તો ઠીક છે. પણ સતત ખાંડવાળા અને સ્વીટ ફૂડ લેવાથી શરીરને નુકસાન થાય છે. બિનજરૂરી ફેટ પણ વધે છે. 

સોફ્ટ ડ્રિંક અને આલ્કોહોલ
ઘણા લોકો સોફ્ટડ્રિંકસના શોખીન હોય છે. અઠવાડિયામાં ચારથી પાંચ વખત જુદા જુદા ફ્લેવરના પીણા પીવે છે. પણ સોફ્ટડ્રિંક્સમાં કાર્બનની માત્રા વધારે હોય છે. જે એનર્જી ઘટાડે છે અને ફેટ વધારે છે. આ ઉપરાંત સ્ટ્રોંગ પિણામાં પણ શુગરનું પ્રમાણ વધારે હોય છે. આલ્કોહોલનું સેવન કરનારાઓમાં પણ ઝડપથી ફેટ વધે છે. જે શરીરનો સ્ટેમિના ઘટાડે છે. દિમાગના સ્નાયુને સીધી અસર કરે છે. બને તો આ બંને વસ્તુઓ ઓછી કરી દેવી જોઈએ. શક્ય હોય તો બંધ પણ કરી શકાય છે.

કોફી
વધારે પડતી કોફીનું સેવન શરીર માટે હાનિકારક છે. કોફી ઊંઘની દુશ્મન મનાય છે. એના કારણે મોડી રાત્રે પણ બોડી ફ્રેશ થઈ જાય છે. પુરતી ઊંઘ ન થવાથી શરીરમાં એનર્જી ઘટે છે. મોર્નિગની શરૂઆત કોફીથી થતી હોય તો એ પણ લાંબાગાળે નુકસાન કરે છે. 

તળેલી વસ્તુ
ફરસાણ અને સ્પાઈસી ફૂડમાં તેલની માત્રા વધારે હોય છે. બને ત્યાં સુધી તળેલી વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ. ખાસ કરીને જ્યારે તળેલી વસ્તુનો ટેસ્ટ સ્પાઈસી હોય. તળેલી વસ્તુ સાથે સોફ્ટડ્રિંક્સ લેવાથી શરીરને હાનિકારક અસર થાય છે. પેટમાં ચિકાશ પેદા થાય છે. જે એનર્જી ઓછી કરે છે. બને ત્યાં સુધી તળેલી વસ્તુ ન ખાવી જોઈએ.