શું તમે કોરોનામાંથી રીકવર થયા છો.? આજે ફટાકડા ફૂટશે ત્યારે તમારે આ વાંચી લેવાની છે જરૂર 

આજે ફટાકડાના કારણે થશે ધુમાડો..

શું તમે કોરોનામાંથી રીકવર થયા છો.? આજે ફટાકડા ફૂટશે ત્યારે તમારે આ વાંચી લેવાની છે જરૂર 
file image

Mysamachar.in-ડેસ્ક:

આજે દિવાળી છે આનંદ અને ઉત્સાહનો પર્વ છે, પણ આપણે એ ના ભૂલવું જોઈએ કે કોરોનાની ઘાતક બે લહેર બાદ પહેલી દિવાળીની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી આજે રાત્રે થવા જઈ રહી છે ત્યારે દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે વાયુ પ્રદૂષણ વધે છે.જે વાતથી સૌ કોઈ વાકેફ છે, ફટાકડા ફોડવાના કારણે હવામાં એક પ્રકારનો ઝેરી ધુમાડો ફેલાય છે, જે શ્વાસમાં જવાને કારણે શરીરને નુકસાન કરી શકે છે. તેવો નિષ્ણાતોનો મત છે, અને  તેમાં પણ કોરોનામાંથી સાજા થયા હોય તેવા વ્યક્તિઓએ ધુમાડાથી ખાસ બચવું જોઈએ, નહીંતર શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.માટે પુરતી સાવચેતી છે જરૂરી કારણ કે..

સામાન્ય રીતે ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણ તો ફેલાય જ છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. કોરોનામાં અનેક દર્દીઓના ફેફસાંઓ પર ગંભીર અસર થઈ હતી, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ત્યારે કોરોનામાંથી સાજા થયા હોય તેમને ફટાકડાના ધુમાડાને કારણે વધુ નુકસાન થઈ શકે છે. ડોક્ટરોના મતે આવા વ્યક્તિઓએ ધુમાડાથી દૂર રહેવું જોઈએ.અથવા તો તેનાથી બચવા માટે સતત માસ્કનો ઉપયોગ અનિવાર્ય છે,

જે વ્યક્તિની કોરોનામાં ગંભીર હાલત થઈ હોય તે વ્યક્તિઓએ ધુમાડાવાળી જગ્યાઓથી દૂર રહેવું વધારે હિતાવહ છે, અને સ્વસ્થ જગ્યાએ રહેવું જોઈએ. ફટાકડાના ધુમાડાને કારણે એલર્જી અને શ્વાસમા તકલીફ પડવાની બીમારી થઈ શકે છે. કોરોના સિવાય શ્વાસની તકલીફ હોય તો પણ ધુમાડાથી દૂર રહેવું અને ધુમાડારહિત વાતાવરણમાં રહેવું જોઈએ. કોઈપણ પ્રકારના ધુમાડાને કારણે શ્વાસ નડી સંકોચાય છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. અને જે લોકો સંપૂર્ણ સ્વસ્થ છે તેવોએ પણ આજે બહાર નીકળતા સમયે માસ્ક સતત પહેરી રાખવું અનિવાર્ય છે.કારણ કે કોરોનાના ભલે સંખ્યાબંધ નહિ પરંતુ છુટા છુટા કેસો તો હજુ પણ સામે આવી રહ્યા છે જે વાસ્તવિકતા છે, 

ફટાકડા ફોડવાથી કાર્બન મોનોકસાઈડ મોટા પ્રમાણમાં હવામાં ફેલાય છે, જે શ્વાસમાં જવાથી કોરોનાના દર્દીઓને ગૂંગળામણ થઈ શકે છે. ફટાકડા ફોડવાથી પ્રદૂષણ સહિત અનેક પ્રકા૨ની સમસ્યા ઊભી થશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. ત્યારે નાગરિકોએ સ્વયં જાગૃતતા દાખવી આ મહામારી વધુ ન ફેલાય તેની સાવચેતી પણ રાખવી જરૂરી છે.વધુમાં આજે સૌ કોઈએ પોતે સ્વયમ શિસ્ત કેળવી અને ઘર સોસાયટી કે અન્ય કોઈ સ્થળોએ જ્યાં ફટાકડા ફૂટી રહ્યા હોય અને પ્રદુષણ જેવું લાગે ત્યાં સતત માસ્ક પહેરવાથી ગંભીર તકલીફોથી બચી શકાય છે.