ગુજરાતમાં કોઈ જગ્યાએ દારુ જુગાર સહીત ગેરકાનૂની પ્રવૃત્તિઓ જોવા મળે તો આ Whatsup નંબર પર પહોચાડો માહિતી 

સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નંબર જાહેર કરવામાં આવ્યો

ગુજરાતમાં કોઈ જગ્યાએ દારુ જુગાર સહીત ગેરકાનૂની પ્રવૃત્તિઓ જોવા મળે તો આ Whatsup નંબર પર પહોચાડો માહિતી 

My samachar.in:-ગાંધીનગર

રાજ્યના પોલીસ બેડામાં તાજેતરમાં જ 77 IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી, તેમાં અમરેલી એસપી તરીકે ફરજ બજાવતા IPS નિર્લિપ્ત રાયને રાજ્યની મહત્વની માનવામાં આવતી સ્ટેટ મોનીટરીંગ સેલમાં એસપી તરીકે મૂકવમાં આવ્યા છે, ત્યારથી જ એક ફફડાટ ખોટા ધંધા કરનારમાં વ્યાપી જવા પામ્યો છે, ગુજરાતમાં ગુનાખોરીને ડામવા  ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની બદી નાથવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલે સોશિયલ મીડિયાની મદદ લીધી છે....

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ પોલીસે દારૂ-જુગાર સહિતની ગેરકાનૂની પ્રવૃતિઓ નાથવા માટે પોલીસે 9978934444 વોટ્સએપ નંબર જાહેર કર્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમારી સોસાયટીમાં કે આસપાસમાં જો દારૂની હેરફેર કે ખરીદ વેચાણ, સાર્વજનિક સ્થળોમાં દારૂ પીને ઉપદ્રવ કરવો, જુગાર-સટ્ટા જેવી કોઈ ગેરકાયદે  પ્રવૃત્તિઓ ચાલતી હોય તો 9978934444 નંબર પર માહિતી વોટ્સઅપ કરી આપવા અપીલ  કરી હતી. જેમાં પોલીસે જાહેર કરેલા 9978934444 નંબર પર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને અટકાવવા માટે ફોટો, વીડિયો, માહિતી મોકલવા નાગરિકોને અપીલ કરી હતી.