આ 2 શખ્સો પહેલા ખોટો અકસ્માત કરે અને બાદમાં..જો તમારી સાથે પણ આવું થયું હોય તો પહોચો પોલીસ સ્ટેશન 

સી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા બાદ લોકોને કરી અપીલ કે..

આ 2 શખ્સો પહેલા ખોટો અકસ્માત કરે અને બાદમાં..જો તમારી સાથે પણ આવું થયું હોય તો પહોચો પોલીસ સ્ટેશન 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પોલીસ પાસે એવા મામલાઓ પહોચી રહ્યા હતા કે કેટલાક ઈસમો પહેલા ખોટી રીતે અન્ય વાહનચાલક સાથે અકસ્માત કરી બાદમાં સામાવાળાને ધમકાવી બીવડાવી પૈસા પડાવે છે, જેને આધારે પોલીસ તપાસમાં હતી તે દરમિયન સીટી સી ડીવીઝન પોલીસે આવા બે શખ્સોને ઝડપી પાડી લોકોને આ ઈસમોનો ભોગ બન્યા હોય તો આગળ આવવા અપીલ કરી છે, ગુલામે મુસ્તકા ઉર્ફે લાલુ બોદુભાઈ બ્લોચ રહે.શંકર ટેકરી નવી નિશાળ આગળ કરીમભાઇ વેલ્ડીંગવાળાની ગલીમાં જામનગર અને સદામહુશેન આદમભાઇ ખીરા રહે.શંકર ટેકરી નવી નિશાળ આગળ કરીમભાઇ વેલ્ડીંગવાળાની ગલીમાં જામનગર વાળાને ઝડપી પાડેલ છે,

ઝડપાયેલા બન્ને શખ્સોને નોંધાયેલા આવા એક ગુન્હામાં જ પોલીસે ધરપકડ કરી તેની પૂછપરછ કરતા બન્ને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી છે. કે તેઓ ખોટી રીતે અકસ્માત કરી સામાવાળાને ધમકાવી બીવડાવી નુકશાનીના રૂપીયા આપવા પડશે નહિતર પોલીસમાં ફરીયાદ કરીશ તેવી ધમકી આપી અને રૂપીયા પડાવતા હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે શહેરીજનોને પણ અપીલ કરી છે કે કોઇ આ બન્ને ઈસમો સાથે આ રીતે કહેવાતા અકસ્માતનો ભોગ બનેલ હોય સી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર 9978909870, પીએસઆઈ આર.ડી.ગોહિલ 9824272093 અને પીએસઆઈ આર.એલ.ઓડેદરા 9824312342 નો સંપર્ક કરવા જણાવાયું છે.