Mysamachar.in-જામનગર :
વરસાદને હવે ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ભારે વરસાદ, વાવાઝોડા, પુર સહિતની સ્થિતિમાં લોકોને જરૂરી મદદ મળી રહે તે માટે જામનગર શહેરના ફાયર વિભાગ ખાતે ફલડ કન્ટ્રોલ રૂમ નવા નંબરો સાથે આજે શરુ કરવામાં આવ્યો છે, જામનગર મહાનગરપાલિકામાં ફાયર સ્ટેશન ખાતે ફલડ કંટ્રોલ કાર્યરત કરવામાં આવેલ છે. ફલડ કંટ્રોલ ખાતે રાઉન્ડ ધ કલોક ૩ શિફ્ટમાં સવારે 6:00 કલાકથી બપોરના 2:00 કલાક સુધી, બપોરના 2:00 કલાકથી રાત્રીના 10:00 કલાક સુધી તથા રાત્રીના 10:00 કલાકથી સવારના 6:00 કલાક સુધી એક એન્જિનીયર, એક કલાર્ક તથા એક પટ્ટાવાળાની ફરજ ફાળવણી તા.1/6/2022 થી તા.30/11/2022 સુધી કરવામાં આવેલ છે તથા ભારે વરસાદ વાવાઝોડાની પરિસ્થિતિમાં…
કમિશ્નર વિજયકુમાર ખરાડીના સીધા માર્ગદર્શન હેઠળ નાયબ કમિશ્નર, આસી.કમિશ્નર, ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઈ, સીટી એન્જિનીયર ભાવેશ જાની તથા કાર્યપલક ઈજનેર તથા જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડમાં શીફટવાઈઝ (બે) નાયબ કાર્યપાલક ઈજનેરની દેખરેખ હેઠળ 16 ઈજનેરોની ટીમ, ન.પ્રા.શિ.સ. સંચાલિત શાળાના આચાર્યઓની ટીમ, સોલિડ વેસ્ટ શાખાની ટીમ, આરોગ્યની ટીમની ફરજ ફાળવણી કરવામાં આવેલ છે તથા ભારે વરસાદને કારણે લો-લાંઇંગ એરીયામાં પાણી ભરાવવાની સ્થિતિએ વોર્ડવાઈઝ નજીકની મ.ન.પા. હસ્તકની પ્રા.શાળાઓ તથા શેલ્ટર હોમમાં સ્થળાંતર તથા આશ્રિતોને ફૂડ પેકેટ વિતરણ માટેની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ હોવાનો મનપાનો દાવો છે,
ભારે વરસાદ દરમ્યાન લો લાંઈંગ એરીયામાં પાણી ભરાવાવની પરસ્થિતિએ તથા ભારે પવન વરસાદને કારણે ઝાડ પડવાથી થતી અગવડતાને દુર કરવા માટે ફલડ કંટ્રોલ રૂમ ખાતે નીચે મુજબના નંબર ૫૨ સંપર્ક કરવા શહેરી જનોને અનુરોધ કરવામાં આવે છે. ભારે વરસાદ વાવાઝોડાની પરિસ્થિતિએ ફલડ કંટ્રોલ ખાતે ઉપરોક્ત નંબર પર સંપર્ક કર્યેથી લગત ફરીયાદોનો સત્વરે નિકાલ કરવામાં આવશે.
ફોન નંબર
0288- 2770515 ફલડ કંટ્રોલ રૂમ)
0288-2672208 (ફાયર કંટ્રોલ રૂમ)
9099824101 & 9099112101