ચોરી કરવા દુકાનમાં ઘુસેલ તસ્કરને કાઈ હાથ ના લાગ્યું તો દુકાનમાંથી કઈક આવી કરી ચોરી

CCTVમાં સમગ્ર ઘટના કેદ

ચોરી કરવા દુકાનમાં ઘુસેલ તસ્કરને કાઈ હાથ ના લાગ્યું તો દુકાનમાંથી કઈક આવી કરી ચોરી

Mysamachar.in-કચ્છ

ભૂજના વાણીયાવાડ વિસ્તારમાં આવેલી જયહિંદ ફ્રૂટવેર નામની દુકાનમાંથી ચોરીની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જગાવી છે. બનાવની વિગત જોઈએ તો દુકાન સંચાલક તોફિક અબ્દુલા સુમરાના જણાવ્યા અનુસાર પ્રથમ રાત્રીના સવા એક વાગ્યે ચોર માસ્ક પહેરીને દુકાન બહાર આવ્યો હતો ત્યાર બાદ સવા ત્રણ વાગ્યે તેણે રૂમાલ બાંધીને દુકાન અંદર પ્રવેશ કર્યો હતો જે પંદર મિનિટ બાદ બહાર આવીને નાશી ગયો હતો આ દરમ્યાન તેણે દુકાનમાંથી રૂ.2500ના 5 જોડી જૂતા અને ગલ્લામાં પડેલા રૂ 500 મળી કુલ ત્રણ હજારની ચોરી કરી હતી , નવા નિશાળીયાની જેમ તેને ટોમીથી તાળું તોડતા વાર લાગી હતી અને દુકાનમાં આવ્યા વાદ CCTV કેમેરા પર ધ્યાન જતા તેના પર કપડું રાખી દુધુ હતું અને ચોરી કરીને પલાયન થઈ ગયો હતો જે સમગ્ર ઘટના કેમરામાં કેદ થઈ ગઈ હતી.