વેચનારે GST ન ભર્યો હોય તો ખરીદનાર પર આ કરભારણ....

વેપારીઓએ વર્ષ 2022-23 ના રિટર્ન 30 મી પહેલાં તપાસી લેવા: માર્ગદર્શિકા 

વેચનારે GST ન ભર્યો હોય તો ખરીદનાર પર આ કરભારણ....

Mysamachar.in-ગુજરાત:

GST વિભાગે ટેક્સ સંબંધે એક ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે, જે વેપારીઓમાં કચવાટ પેદા કરી શકે એમ છે. આ માર્ગદર્શિકામાં GST વાળો માલ ખરીદવા બાબતે કેવા સંજોગોમાં કરભારણ આવી શકે છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. GST વિભાગે 613 નંબરની માર્ગદર્શિકા જાહેર કરી છે. જેમાં જણાવાયું છે કે, જો વેપારીએ ખરીદી કર્યા બાદ ITC મેળવી હોય પણ વેચનારે GST ભર્યો ન હોય તો આ કરભારણ ખરીદનાર વેપારી પર આવી શકે છે.  

GST તંત્રએ આઈટીસી અંગેના GST નિયમ 2017ની કલમ 37(A) હેઠળની ITCની રિવર્સલ અંગેની મહત્ત્વની માર્ગદર્શિકામાં આ જણાવ્યું છે. જો વેચનાર પાસે કર ભરવાના નાણાં ન હોય તો, ખરીદનારે ટેક્સ ઉપરાંત એ ટેક્સ પરનું વ્યાજ પણ ભરવું પડી શકે છે. આ કાનૂની જવાબદારી નવેમ્બર અંત સુધીમાં માલ ખરીદનારે નિભાવવી પડે. આ અંગેની માહિતી GSTN સિસ્ટમ દ્વારા કરદાતાઓને ઈ-મેઈલ મારફત આપવામાં આવી રહી છે. કરદાતાઓએ આની નોંધ લેવાની રહેશે. GSTB-3R ભરતી વખતે આ કાળજી લેવાની રહેશે.