રસોડામા ગુપ્ત ખાનુ, ખાનામાં પોલીસે તપાસ કરી તો...

રસોડામા ગુપ્ત ખાનુ, ખાનામાં પોલીસે તપાસ કરી તો...

Mysamachar.in-આણંદ:

આણંદ જીલ્લાના વાસદ પોલીસ સ્ટેશનના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા નીકળેલ તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે રૂપારેલ પ્રાથમિક શાળા પાછળ નજીક વડોદ રહેતા મંજુલાબેન જનકભાઇ તળપદાના ઘરમા ઝડતી તપાસ કરતા તેઓના મકાનના રસોડામા પ્લેટ ફોર્મનુ લાકડાનુ ડ્રોવર ખેંચતા ટાઈલ્સ મુકેલ જે ટાઈલ્સ ખસેડી જોતા તેમા પ્લાસ્ટીકનુ પીપ અંદર ખાડો કરી ડાટેલ હોય જે પીપમાથી વિદેશી દારૂના પ્લાસ્ટીકના કોટર રોયલ સીલેક્ટ ડીલક્ષ વ્હીસ્કી 180 મીલીના મધ્યપ્રદેશ બનાવટના 340 નંગ મળી કિંમત રૂપિયા 34000/-ના મળી આવતા આ મહિલા વિરૂધ્ધ વાસદ પો.સ્ટ પ્રોહીબિશનનો ગુનો દાખલ કરવામા આવેલ છે.