જો મનપાના કેટલાક અધિકારીઓ પદાધિકારીઓને ના ગાંઠતા હોય તો શહેરીજનોનું શું આવે.?

સ્ટેન્ડિંગ કમિટીમાં કરવી પડી તાકીદ, ખુબ ગંભીર કહી શકાય

જો મનપાના કેટલાક અધિકારીઓ પદાધિકારીઓને ના ગાંઠતા હોય તો શહેરીજનોનું શું આવે.?
File Image

My samachar.in : જામનગર

દર માસે બે વખત જામનગર મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સ્ટે.ચેરમેનના અધ્યક્ષસ્થાને મળતી હોય છે, આ બેઠકમાં કમિશ્નર, નાયબ કમિશ્નર, ઉપરાંત દરેક વિભાગના મુખ્ય અધિકારીઓ, અને કમિટીના સભ્યો ઉપસ્થિત રહે છે, આ કમિટીમાં અધ્યક્ષ હોદાની રુએ જે-તે વિભાગોને જરૂરી સૂચનાઓ આપે છે અને તેનું પાલન અધિકારીઓએ કરવાનું હોય છે, પણ આવું ના થતું હોવાનું તાજેતરમાં મળેલ સ્ટે.કમિટીમાં સામે આવ્યું છે, જે રીતે આધારભૂત સુત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે કેટલીક બ્રાન્ચોના અધિકારીઓ કોઈ ને દાદ નથી આપતા..હવે જો ચૂંટાયેલા પદાધિકારીઓને દાદ ના આપે તે શહેરીજનો કે અરજદારો જે કહો તે તેના પ્રશ્નો લઈને જાય તો તેને જવાબ આપતા હશે આવો સવાલ સહેજે થાય..

જે રીતે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે જામનગર શહેરમાં કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે સ્થિતિ ભારે ગંભીર છે, અને વધુ થઇ રહી છે, છતાં પરિસ્થિતિ અન્વયે જરૂરી ચર્ચા માટે સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગોમાં એમ.ઓ.એચ. વખતો વખત હાજર રહેતા નથી. જે બાબત ખુબ ગંભીર ગણી શકાય તેવી છે. તો મહાનગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓને આંતરીક બદલી તેમજ વખતો વખત આપવામાં આવતાં અલગ અલગ ચાર્જો અંગેની જાણ પદાધિકારીઓને નિયમીત કરવામાં આવતી નથી. (લે આ તો કેવું કહેવાય)

તાજેતરમાં બાળકોનો વેક્સીનેશનનો પ્રારંભ કરવામાં આવેલ, જેની જાણ પદાધિકારીઓને અગાઉથી કરવામાં આવેલ નહિ જેથી પદાધિકારીઓ વેક્શીનેશન સેન્ટર પર પહોંચી શક્યા જ નહિ..(બોલો આટલો મોટો પ્રોગ્રામ ચાલુ થતો હોય તો પદાધિકારીઓ જે સતત સરકારી ગાડીઓમાં દોડે છે તેને આવવું તો હોય ને આવું ના કરાય...) અરે હદ તો ત્યાં થઇ ગઈ કહેવાય કે પદાધિકારીઓ દ્વારા વારંવાર જરૂરી કામો માટેના પત્રો લગત વિભાગોને લખવામાં આવતા હોય છે, જેના જવાબો જે તે શાખાઓ દ્વારા નિયત સમયમર્યાદામાં આપવામાં આવતા જ નથી. આમ મનપામાં કેવી લોલમલોલ અને પોલમપોલ ચાલતી હશે તે આવા દ્રષ્ટાંતો પરથી શહેરીજનો ભ્લીભાતી સમજી શકે છે.