જો થઇ ને...PSIની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ કરનાર શખ્સે.....

પીએસઆઈએ સારવાર બાદ આરોપી વિરુદ્ધ જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે.

જો થઇ ને...PSIની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ કરનાર શખ્સે.....

Mysamachar.in-અમદાવાદ

અમદાવાદ શહેરમાં ગુન્હાઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે કોઈ શખ્સો એવા હોય જે પોલીસ માટે પણ ભારે પડી જાય છે, આવી જ એક ઘટના શહેરના કારંજ વિસ્તારમાં સામે આવી છે, જ્યાં  ભટિયાર ગલીમાં PSI ઉપર અસલમ નવહી નામના આરોપીએ હુમલો કરી બચકું ભરી લેતા જોયા જેવી થઇ.... મળતી માહિતી પ્રમાણે PSI એસ.આઈ. મકરાની અને અન્ય સ્ટાફ નાઈટ ડ્યૂટી પર હતા એ દરમિયાન ભટિયાર ગલીમાં રીક્ષામાં ત્રણ લોકો બેઠા હતા. પોલીસને શંકા જતા ત્રણેયની તપાસ કરી હતી.

તપાસ દરમિયાન આરોપી પાસેથી લોખંડની એક ફેટ મળી આવી હતી. પોલીસે એક આરોપી અસલમને પકડતા તેમે PSI ઉપર હુમલો કરી દીધો હતો બેલ્ટમાં ભરાવેલી સરકારી પિસ્તોલ ખેંચવા લાગ્યો હતો. પિસ્તોલને બચાવવા PSI નીચે પડી ગયા હતા. ત્યાર બાદ સાથેના પોલીસ કર્મીઓ વચ્ચે પડતા આરોપીએ PSIના જમણા હાથમાં બચકું ભરી લીધું હતું. આરોપી પીએસઆઈને છોડતો ન હોવાથી અન્ય પોલીસકર્મી વચ્ચે પડ્યા હતા. આરોપીએ પોલીસનો અંગૂઠો પકડી રાખતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જે બાદમાં લોકોઆ આરોપીને માર માર્યો હતો. આ ઘટના અંગે પીએસઆઈએ સારવાર બાદ આરોપી વિરુદ્ધ જાતે ફરિયાદી બની ફરિયાદ નોંધાવી છે.