જો મુખ્યમંત્રી પાટીદાર તો 2 નાયબ મુખ્યમંત્રી પદે અલગ અલગ સમાજોને મળી શકે સ્થાન

તો ગણપત વસાવા નાયબ મુખ્યમંત્રી બને તેવી સંભાવના

જો મુખ્યમંત્રી પાટીદાર તો 2 નાયબ મુખ્યમંત્રી પદે અલગ અલગ સમાજોને મળી શકે સ્થાન
file image

Mysamachar.in-ગાંધીનગર

રાજ્યનું રાજકારણ હાલ ખુબ ગરમાયેલ છે, ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીમંડળના રાજીનામાં બાદ નવા મુખ્યમંત્રી અને નવી સરકારની રચના માટેની કાર્યવાહી પુરજોશમાં ભાજપ દ્વારા ચાલી રહી છે. અને નિરીક્ષકો પણ ગુજરાત ખાતે પહોચી ચુક્યા છે અને આજે બપોર સુધીમાં મુખ્યમંત્રીના નામ પર મહોર વાગી જશે, મહત્વનું છે કે ગુજરાતમાં 15 મહિના બાદ વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપ હાઈકમાન્ડ નવી સરકારની રચનામાં જ્ઞાતિ આધારે મંત્રીમંડળ બનાવી શકે છે.

ભાજપ દ્વારા ઉત્તરપ્રદેશની ભાજપ સરકારની જેમ એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી બનાવી બે મહત્વના સમાજોને સાચવી લેવાય તેવી ચર્ચાઓ પણ ચાલી રહી છે, ઉતરપ્રદેશ પેટર્નથી ગુજરાતમાં પણ બે નાયબ મુખ્યમંત્રીની ફોર્મુલા લાવવામાં આવે તો નવાઈ નથી, જેમા મુખ્યમંત્રી તરીકે પાટીદારને મુકી નાયબ મુખ્યમંત્રી તરીકે એક આદિવાસી તેમજ એક ઓબીસીને સ્થાન આપી શકે છે. આ ઉપરાંત રૂપાણી મંત્રીમંડળના 6 મંત્રીઓને પડતા મુકી નવાને સ્થાન આપવામાં આવી શકે છે.તેવી ચર્ચાઓ ચાલી રહી છે. પણ લગભગ આવતીકાલ સુધીમાં રાજ્યનું આખું ચિત્ર સ્પસ્ટ થઇ જશે. જો કે આ તમામ માહિતીઓ ભાજપના અને રાજકીય વિશ્લેશક વ્યક્ત કરી રહયા છે.