અમદાવાદ આરટીઓ કચેરીમાંએજન્ટો પર જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ થઇ શકે તો જામનગરમાં કેમ નહિ...?

જાહેરનામું ના હોય તો પણ ચલાવાય ખરા..?

અમદાવાદ આરટીઓ કચેરીમાંએજન્ટો પર જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ થઇ શકે તો જામનગરમાં કેમ નહિ...?

Mysamachar.in-જામનગર:

આમ તો કોઈપણ સરકારી કચેરીમા એજન્ટપ્રથા જ નથી, અને ખુદ મુખ્યમંત્રી પણ પારદર્શી વહીવટ સરકારી કચેરીઓના બને તેમાટે અવાર નવાર તાકીદ પણ કરે છે, વખતોવખત રાજ્યકક્ષાએથી આવતી સુચાનોએ ધ્યાને લઈને જીલ્લાકક્ષાએ જાહેરનામાઓ પ્રસિદ્ધ કરી ના માત્ર આરટીઓ કોઈપણ સરકારી કચેરી કે કચેરી પરિસરની આસપાસ એજન્ટપ્રથા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાઓ પ્રસિદ્ધ કરવામાં આવતા હોયછે, પણ તેની અમલવારી થતી નથી, પણ અમદાવાદ આરટીઓ કચેરીમાં ગઈકાલે આ જાહેરનામાંની ચોક્કસ અમલવારી થઇ અને ૪૯ એજન્ટો સામે જાહેરનામાં ભંગનો ગુન્હો દાખલ કરીને એક વખત તોદાખલો બેસાડી દીધો..

ત્યારે વાત જો જામનગરની કરવામાં આવે તો રાજ્યના વાહન વ્યવહારમંત્રી પણ જામનગરના જ છે, છતાં પણ અનેકવારના જાહેરનામાઓ છતાં પણ જામનગર આરટીઓ કચેરીમાં જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ નથી તેનાથી ચાર ગણા એજન્ટો સરકારી મિલકતને પોતાની માની અને ઠેર-ઠેર પોતાની દુકાનો ખોલીને બેઠા છે, અરેત્યાં સુધી કે આરટીઓ કચેરીના પાર્કિગમાં અરજદારો આવે તેને વાહન પાર્ક કરવા માટે જગ્યાનથી હોતી પણ એજન્ટોની વાન અને લારીઓના તો થપ્પાઓ લાગે છે, અમુક એજન્ટો તો પોત્તે આરટીઓના જઅધિકારી કે પછી કર્મચારી હોય તે પ્રકારે અધિકારી કર્મચારીને ટેબલ ખુરશીનો બેફામ ઉપયોગ કરતાં નજરે અનેકવાર કામો માટે જતા અરજદારોને નજરે પડે છે, જો એજન્ટોના જાહેરનામાંની અમલવારી જ ના કરાવવાની થતી હોય તો આવા જાહેરનામાઓ નું મતલબ શું.?