બેડ, ઓક્સીઝ્ન દવા વગર દર્દી મોતને ભેટે તો જવાબદારો સામે  ફોજદારી કાર્યવાહી કરો:આનંદ ગોહિલ

માનવ અધિકારી પંચને કરી રજૂઆત

બેડ, ઓક્સીઝ્ન દવા વગર દર્દી મોતને ભેટે તો જવાબદારો સામે  ફોજદારી કાર્યવાહી કરો:આનંદ ગોહિલ
file image

Mysamachar.in-જામનગર

સમગ્ર ભારતમાં કોરોના ની બીજી લહેરમાં દિન-પ્રતિદીન અસંખ્ય દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ પામે છે. જેમાં કયાંકને કયાંક ખાનગી કે સરકારી હોસ્પીટલોના જવાબદાર તંત્રોની સારવારમાં બેદરકારી ને હિસાબે ધણા દર્દીઓ મૃત્યુ પામે છે. જેમ કે, જામનગરમાં કોરોના ના મૃત્યુ નો આંકડો દિન-પ્રતિદીન વધી રહીયો છે. સાચો આંકડો જાહેર થતો નથી. તેવી જ રીતે પોઝીટીવ કેસ ની સંખ્યામાં દરરોજ ભારે ઉછાળો જોવા મળી રહીયો છે. હાલમાં ખાનગી કોવીડ હોસ્પીટલોમાં પણ બેડ, ઓકસીજન, અને બાટલા ન હોવાથી ધણા દર્દીઓના મૃત્યુ પામેલ છે. ખાનગી હોસ્પીટલો પણ અવાર-નવાર તંત્ર ને લોખીત અને મૈખીક ઓકસીજન ના બાટલા તથા ઈન્જેકશનનો માટે રજુઆતો કરે છે. છતાં પણ ઓકસીજન ના બાટલા કે ઈન્જેકશન મળતા નથી. અને જેના હિસાબે દર્દીઓ મૃત્યુ પામે છે. અને ખાનગી હોસ્પીટલો રાજકોટ, ઓકસીજનના બાટલા માટે જવું પડે છે.

તાજેતરમાં જ છેલ્લા બે દિવસ (એટલે કે તા. 27 તથા 28-4-2021) માં જામનગર સરકારી કોવીડ હોસ્પીટલમાં ઓકસીજન બંધ કરી દેવાથી ધણા દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ ઓકસીજન કોના કહેવાથી બંધ કરેલ છે. કોના ઈશારે ઓકસીજન બંધ કરેલ છે તે તપાસનો વિષય છે. તેની તપાસ તટસ્થ થવી જોઈએ કારણ કે, સમગ્ર પ્રકરણમાં કોણ સંડોવાયેલું છે કોણે બેદરકાર રાખી લોકોના જીવને જોખમમાં મુકેલ છે હોસ્પીટલ નું તંત્ર ઢાક-પીછોડા કરે છે ખોટા નીવેદનો કરી બચાવ કરે છે.

છેલ્લા એક મહિનામાં સરકારી કોવીડ હોસ્પીટલમાં બેડ,ઓકસીજન, કે દવા કે ઈન્જેકશન કે બાટલા તથા સારવાર ના અભાવે જે મૃત્યુ પામેલ છે. અને તંત્ર બેદરકાર રહેલ છે તેમાં જવાબદાર સામે ફોજદારી રાહે કાનુની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે, દર્દીઓને યોગ્ય સારવાર ન મળે અને તેમાં દર્દી મૃત્યુ પામે તો જવાબદારો સામે ગુન્હો દાખલ કરવો જોઈએ અને તેમાં જે જવાબદાર સંડોવાયેલા હોય તેની સામે તટસ્થ તપાસ કરી ફોજદારી ફરીયાદ કાનુની રાહે કરવા નમ્ર વિનંતી.