તું મને ગમે છે. હું તને ઉપાડી જઈશ મારે તારી સાથે ફેન્ડશીપ કરવી છે, કાલાવડના શખ્સનું કારસ્તાન
સગીરાને વારંવાર પીંખનાર શખ્સ સામે નોંધાઈ ફરિયાદ

Mysamachar.in-જામનગર
કાલાવડ શહેરમાં વેલનાથ ચોકમાં રહેતા એક શખ્સે કાલાવડમાં જ રહેતી એક સગીરા સાથે Instagram મારફત પરીચય કેળવી અને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, કાલાવડ શહેરમાં જ રહેતી એક સગીરાને છેલ્લા બે મહિનામાં પાંચેક વખત બળજબરી કરી શરીર સંબધ બાંધી દુષ્કર્મ આચર્યાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જે રીતે વિગતો મળી રહી છે તે મુજબ કાલાવડ શહેર વિસ્તારમાં જ રહેતો બીપીન એ ઇનસ્ટાગ્રામ મારફત કાલાવડમાં જ રહેતી અને ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીરા સાથે પરચીય કેળવી તું મને ગમે છે. હું તને ઉપાડી જઈશ મારે તારી સાથે ફેન્ડશીપ કરવી છે. અને જો તું ઘરની બહાર જ્યારે નીકળીશ ત્યારે તને હું ઉપાડી જઈશ અને તારી સાથે બળજબરીથી શરીર સંબધ બાંધીશ અને તું આવું નહીં કરે તો હું તને મારી નાખીશ આવી અનેકવાર ધમકીઑ આપી સગીરને ડરાવી છેલ્લા બે મહિના દરમિયાન પાંચેક વખત બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યાની કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.