પત્નીથી અલગ રહેતા પતિએ પત્નીને ડીઝલ પીવડાવી હત્યા નિપજાવવાની કરી કોશિશ

જામનગરના સાધના કોલોની વિસ્તારની ઘટના 

પત્નીથી અલગ રહેતા પતિએ પત્નીને ડીઝલ પીવડાવી હત્યા નિપજાવવાની કરી કોશિશ
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરના સાધના કોલોની નજીક આવેલ  ક્રુષ્ણા પાર્ક સોસાયટીમાં એક ગંભીર કહી શકાય તેવી ઘટના સામે આવી છે, જેમાં સાધના કોલોની નજીક આવેલ જીતુભાઇના પ્લોટમા ગત તા.14મીના રોજ રાત્રે દસેક વાગ્યે મંજુબેન હરીભાઇ અરજણભાઇ સોનગ્રા નામના મહિલા પર તેનાથી અલગ રહેતા તેના જ પતિ હરીભાઇ અરજણભાઇ સોનગ્રાએ પત્નીએ તેના વિરુદ્ધ કરેલ ફરિયાદનો ખાર રાખીને હુમલો કર્યો હતો આ હુમલામાં આરોપી પતિ હરિભાઈએ પોતાનાથી અલગ રહેતી પત્ની મંજુબેનને પ્રથમ ડિઝલ જેવુ ઝેરી પ્રવાહી પીવડાવી લોખંડના જેક જેવી વસ્તુ વડે મારી નાખવાના ઇરાદાથી હુમલો કરી તેણીના માથાના ભાગે આડેધડ ઘા મારી માથાના ભાગે તથા કપાળના ભાગે જીવલેણ ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સારવાર લીધા બાદ તેણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે તપાસ શરુ કરી છે.