દુપટ્ટાથી ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતો પતિ

પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે બાળક....

દુપટ્ટાથી ગળું દબાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતો પતિ
symbolic image

Mysamachar.in-સુરત

પતિ પત્ની વચ્ચે ઘરકંકાસ હોય પણ આ કંકાસનો ક્રોધભર્યો સમય જો એક વખત પસાર થઈ જાય તો બાદમાં શાંતિભર્યા દિવસોમાં પણ જીવી શકાય છે, અને ઘર હોય ત્યાં વાસણ ખખડે જૂની કહેવત તો છે જ...પરંતુ આજે સુરતમાં શહેરમાં એક કિસ્સો એવો સામે આવ્યો જેમાં પ્રાથમિક કારણ મુજબ કોઈ બાબતને લઈને પતિ પત્ની વચ્ચે થયેલ બોલાચાલી બાદ પતિએ પત્નીને દુપટ્ટા વડે ગળેફાંસો આપી હત્યા નિપજાવવાની ઘટના સામે આવી છે, શહેરના સરથાણા વિસ્તારમાં પતિએ પત્નીનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જેમાં પતિએ પત્નીનો મોબાઈલ ફોન પણ તોડી નાખ્યો હતો. હાલ તો પોલીસ પતિની અટકાયત કરી પત્નીની હત્યાનું કારણ જાણવા પૂછપરછ શરૂ કરી છે.

નીલમ સોસાયટીમાં વિભાગ-4માં ઘર નંબર-14માં રસિકભાઈ નસિત પત્ની હર્ષાબેન(ઉ.વ.આ.35) અને સાત વર્ષના દીકરા સાથે રહે છે. હર્ષાબેન હીરાનું કામ કરે છે. દરમિયાન આજે પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિ રસિકે પત્ની હર્ષાનું દુપટ્ટાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં પતિએ પત્નીનો સાદો મોબાઈલ ફોન તોડી નાખ્યો હોવાનું જણાયું હતું. હાલ પોલીસે પતિ રસિકભાઈની અટકાયત કરી લીધી છે અને હત્યાના કારણ અંગે પૂછપરછ હાથ ધરી છે. સાત-આઠ વર્ષનો હર્ષાબેન રસિકભાઈ નસિતનો દીકરો પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે, પિતાએ તેની માતાની હત્યા કરી છે. જેથી માતા ગુમાવવાની સાથે પિતાની અટકાયતથી દીકરાએ માતા પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.