પતિએ ઘરમાં છુપી રીતે કેમેરા મૂક્યા,પત્નીની લીલા કેદ થઈ, તપાસ કરતા મિત્ર સાથે.....

હોટેલમાં જઈને તપાસ કરતા પાયલ અને મિત્ર હિરેન કઢંગી હાલતમાં મળ્યા

પતિએ ઘરમાં છુપી રીતે કેમેરા મૂક્યા,પત્નીની લીલા કેદ થઈ, તપાસ કરતા મિત્ર સાથે.....
પ્રતીકાત્મક તસ્વીર

Mysamachar.in-રાજકોટ :

રાજ્યમાં પતિ,પત્ની અને વોનો કિસ્સો સામે આવે ત્યારે મોટાભાગના કેસમાં પુરૂષની કામલીલા સામે આવતી હોય છે. પણ આવા ઘણા કેસમાં મહિલા પણ મર્યાદા ઓળંગતી પુરવાર થાય છે. પછી આક્ષેપબાજીનો માહોલ ઊભો થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. આવો જ એક કિસ્સો સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાંથી સામ આવ્યો છે. હાલમાં રાજકોટ રહેતા સંદીપ નામના યુવાને એના મિત્ર હિરેન, અરવિંદ સામે રાજકોટ પોલીસ ફરિયાદ કરી છે. યુવાનની ફરિયાદ અનુસાર પાયલ (નામ બદલ્યું છે) નામની યુવતી સાથે એને પ્રેમ હોવાથી વર્ષ 2019માં લવ મેરેજ થયા હતા. લગ્ન બાદ પત્ની સતત ફોનનો ઉપયોગ કરતી, મોબાઈલના ઉપયોગ મુદ્દે અવારનવાર બંને વચ્ચે તકરાર થતી હતી. બાજુના ગામમાં રહેતા બે મિત્રો હીરેન અને અરવિંદનો સતત ઘરમાં અવરોજવરો રહેતો હતો. પત્નીને બંને સાથે આડા સંબંધ હોવાની આશંકા પતિને થઈ ગઈ. તેણે પોતાના જ ઘરમાં છુપી રીતે કેમેરા ગોઠવી દીધા. પોતે જ્યારે ઘરે ન હોય ત્યારે બંને મિત્રો પાછળથી અવારનવાર ઘરે આવતા. જે કેમેરામાં કેદ થયા. એક ફૂટેજમાં પત્ની તથા અરવિંદ બીભત્સ ચેનચાળા કરતા જોવા મળ્યા હતા.

પતિને પત્ની પરની આશંકા વધુ મજબુત થઈ હતી. પ્રેમીકા સાથે લગ્ન કર્યા બાદ પત્નીની લીલા સામે આવતા યુવાનને તા. 24 માર્ચના રોજ મોટો ઝટકો લાગ્યો. પત્નીનું વર્તન બદલી ગયું. કહ્યા વગર જ ટિફિન આપી દેતા ફરી આશંકા ઊભી થઈ. યુવાન ઓફિસે જવાનું કહી ક્યાંય દૂર ઊભો રહ્યો.પોણો કલાક જેટલો સમય પસાર થયા બાદ પત્ની પાયલ એક્ટિવા લઈને નીકળી. યુવાને એનો પીછો કર્યો. ત્યાર બાદ પાયલ એક હોટલમાં જતી જોવા મળી હતી. યુવાને થોડા સમય બાદ હોટેલમાં જઈને તપાસ કરતા પાયલ અને મિત્ર હિરેન કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. મોટી બબાલ ન થાય એટલા માટે હીરેન સાથે બોલાચાલી કરીને પતિ પત્નીને ત્યાંથી લઈ ગયો. તેના પિતાને ત્યાં મૂકી આવ્યો. આ કેસમાં બંને મિત્રોને ઠપકો આપી, ખાર રાખીને ધમકી આપી હતી. આ કેસમાં પોલીસ મથકે ગુન્હો નોંધાતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.