દેવભૂમિ દ્વારકા:પત્નીની હત્યા નીપજાવનાર પતિને આજીવનકેદની સજા

પતિએ તીક્ષ્ણ હથિયાર માથામાં મારતા પત્નીનું થયું હતું મોત

દેવભૂમિ દ્વારકા:પત્નીની હત્યા નીપજાવનાર પતિને આજીવનકેદની સજા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

જીલ્લાના રૂપેણબંદર ખુશાલનગરમાં વસવાટ કરતા ઈબ્રાહીમ અલારખા લુચાણી એ તેમની પત્ની શકીનાબેનને ઈબ્રાહીમ ઘરના કામકાજ બાબતે તેમજ પૈસા બાબતે અવારનવાર માથાકૂટ કરતો હતો, અને મૃતક બહેનને શારીરિક અને માનસિક અસહ્ય ત્રાસ આપતો હતો, તેવામાં એક વખત ઈબ્રાહિમે એક દિવસ શકીનાબેનને કોઈ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે ઘા ઝીંકી દીધા બાદ તેણીને જામનગર જી.જી.હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું,

જે બાદ શકીનાબેનના ભાઈ દ્વારા તેના બનેવી વિરુદ્ધ ૪૯૮ એ ૩૦૨ સહિતની ફરિયાદ દ્વારકા પોલીસમથકમાં નોંધાવવામાં આવી હતી, જરૂરી તપાસના અંતે ખંભાલીયા સેસન્સ કોર્ટમાં ચાર્જશીટ થયા બાદ આ કેસ ચાલી જતા કોર્ટે ૧૭ સાક્ષીઓના નિવેદન, ફરિયાદી અને ડોક્ટર, એફએસએલ કચેરીનો અહેવાલ, અને સરકારી વકીલ લાખાભાઈ ચાવડાની દલીલોને ધ્યાને લઈને આરોપી ઈબ્રાહીમ લુચાનીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.