Mysamachar.in-જામનગર
ગઈકાલે જામનગર જીલ્લા પંચાયત સહીત તાલુકા પંચાયત માટે મતદાન હતું, દરેક લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો સારી બાબત કહેવાય પણ આ મતદાન દરમિયાન એક એવી બાબત સામે આવી જેને ભારે ચર્ચાઓ જગાવી છે, ગઈકાલે જયારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ચેલા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઝુલેખાબેન ખફિના પતિ કાસમ ખફિએ મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસને મત આપશે તેવું કહીને મતદાનની ગુપ્તતાનો ભંગ કર્યો હતો. અરે કાસમ ખફીએ ત્યાં સુધી કહી દીધું કે પોતે પોતાના પરીવાર સાથે કોંગ્રેસને મત આપશે આવું વિધાન જાહેરમાં જણાવતા લોકોમાં પણ ભારે આશ્ચર્ય ફેલાય ગયું હતું. અત્રે એ બાબત ઉલ્લેખનીય છે કે મતદાનની ગુપ્તતા મતદારો જાળવતા હોય છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારના પતિ કાસમ ખફીએ જાહેરમાં જ આ રીતે મતદાનની ગોપનીયતા જાળવવાનું ચુક્યા હતા.અને પોતે કોને મત આપશે તેમ કહી દીધું હતું.