પત્નીને ગળામાં બ્લેડના ઘા મારીને પતિએ કરી હત્યા..

જાણો શા માટે.?

પત્નીને ગળામાં બ્લેડના ઘા મારીને પતિએ કરી હત્યા..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-અમદાવાદ:

પવિત્ર લગ્નજીવનમાં જ્યારે શંકાને સ્થાન મળે છે,ત્યારે સુખી દામ્પત્ય જીવન વેરવિખેર થઈ જતા હોવાના સમાજ જીવનના અનેક બનાવો સામે આવ્યા છે.તેવામાં વધુ એક સામે આવેલા કિસ્સામાં પત્ની પર અન્ય પુરુષ સાથે આડા સબંધની શંકા રાખીને ક્રોધે ભરાયેલા પતિએ પત્નીને ગળામાં ઉપરા-છાપરી બ્લેડના ઘા મારીને હત્યા કર્યાનો બનાવ અમદાવાદમાં સામે આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે,

આ હત્યાના બનાવની મળતી વિગત મુજબ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા સંજયભાઈએ અરુણા નામની યુવતી સાથે પ્રેમલગ્ન કરીને ઘર સંસાર માંડ્યો હતો,અને લગ્નજીવન દરમ્યાન સંતાનમાં એક પુત્રનો પણ જન્મ થયો હતો, સંજયભાઈએ રિક્ષા ડ્રાઇવીંગનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા,પરંતુ સુખી દાંપત્ય જીવનમાં ત્યારે આગ લાગી જ્યારે સંજયભાઈ એક દિવસ પોતે ઘરે આવ્યા ત્યારે પત્ની મોબાઈલમાં કોઈ સાથે વાતો કરતાં જોઈને પૂછપરછ કરવા છતા પત્નીએ જવાબ ન આપતા સંજયભાઈએ મોબાઈલ તોડી નાખ્યો હતો, 

ત્યારબાદ બે દિવસ પહેલા પત્ની અરુણા પાસે ફરીથી મોબાઈલ જોઈ જતા સંજયભાઈની શંકા દ્રઢ બની હતી,અને પત્નીના આડાસંબંધને લઈને દંપતી વચ્ચે ઝઘડો થતાં સંજયભાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરીને ઘરમાં પડેલ દાઢી કરવાની બ્લેડ લઈને પત્નીના ગળા પર ઉપરા-છાપરી ઘા ઝીંકીને મોત નીપજવ્યું હતું,અને સંજયભાઈ ગોમતીપુર પોલીસમથકે હાજર થઈને પોતાની પત્નીની હત્યા કરી હોવાની વાત કર્યા  બાદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને સંજયભાઈની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.