ઘરકંકાસ, પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ 

આ રીતે નીપજાવી હત્યા

ઘરકંકાસ, પતિએ પત્નીને ઉતારી મોતને ઘાટ 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

વધુ એક પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો એવો તો આક્રમક બની ગયો કે પતિએ પત્નીને જ મોતને ઘાટ ઉતારી દીધી, વાત છે દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની જ્યાં ઘર કંકાસથી કંટાળી પતિએ જ પોતાની પત્નિનું ગળુ દબાવી મોતને ઘાટી ઉતારી દીધાની ઘટના સામે આવતા અરેરાટી મચી જવા પામી છે, અવાર-નવાર પતિ-પત્નિ વચ્ચેનો ઝઘડો છેક મોત સુધી પહોંચ્યો હતો. ભાટિયાના પોસ્ટ ઓફિસના પાછળના ભાગે રહેતા દિલિપગીરી ગૌસ્વામી અને તેની પત્નિ ભાવનાબેન ગૌસ્વામી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતાં. દરરોજની ઘરકંકાસથી પત્ની ભાવનાબેને અગાઉ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ સમાધાન થઇ જતા પત્ની પરત આવી બન્ને સાથે રહેતા હતાં. મૃતકના બન્ને બાળકો બહારગામ રહીને અભ્યાસ કરે છે, દરમિયાન ગત શનિવારે રાત્રે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા પતિએ ઘરનો દરવાજો બંધ કરી પત્નીને ગળેટુપો આપી હત્યા નિપજાવી હતી. પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.