માનવ ચહેરા જેવો આકાર ધરાવતી માછલીને લોકો મુકાયા આશ્ચર્યમાં

નિષ્ણાંતનો અભિપ્રાય લેવામાં આવતા આ માછલી

માનવ ચહેરા જેવો આકાર ધરાવતી માછલીને લોકો મુકાયા આશ્ચર્યમાં

Mysamachar.in-ભરૂચ

ભરૂચના હાંસોટના ઈલાવ ગામ પાસે કિમ નદીમાંથી એક માછીમારને માનવ મુખ જેવું જ મુખ ધરાવતી એક માછલી મળી આવતા કુતૂહલ સર્જાયું હતું. માછીમાર માછલીને લઈ પોતાના ગામમાં આવતા મોટી સંખ્યામાં લોકોના ટોળા આ માછલીને જોવા માટે ઉમટી પડ્યા હતા. લોકો પણ માનવ મુખ જેવું મુખ ધરાવતી માછલીને નિહાળી આશ્ચર્યમાં મુકાયા હતા. હાંસોટના ઈલાવ ગામના રહીશ નરસિંહ રાઠોડ આજે પોતાના નિત્યક્રમ મુજબ કિમ નદીમાં માછીમારી માટે ગયા હતા. સવારના સમયે પાણીમાં જાળ નાખતા અન્ય માછલીઓની સાથે એક અલગ જ દેખાતી માછલી પણ જાળમાં આવી જતા તેઓ આશ્ચર્યમાં મુકાયા હતા. કારણ કે, જે અલગ દેખાતી માછલી હતી તેના મુખનો આકાર માનવ ચહેરાને મળતો આવતો હતો. માછલી બાબતે નિષ્ણાંતનો અભિપ્રાય લેવામાં આવતા આ માછલી પફર ફિશ હોવાનું જાણવા મળ્યું હતું. પફર ફિશ સમુદ્ર અને નદીના પાણી જ્યાં ભળતા હોય છે તે વિસ્તારોમાં જોવા મળે છે.